Gujarati Video : તાપીના વ્યારામાં સરકારી જમીન પર ફર્યું બુલડોઝર, અંદાજે 65થી વધુ મકાન હટાવાશે

Gujarati Video : તાપીના વ્યારામાં સરકારી જમીન પર ફર્યું બુલડોઝર, અંદાજે 65થી વધુ મકાન હટાવાશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2023 | 10:43 AM

તાપી (Tapi) જિલ્લા પોલીસ હેડ કવાર્ટર નજીક શંકર ફળિયુ હોવાથી પોલીસે દબાણ હટાવ્યા. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલેશન શરૂ કરાયું હતું.

Tapi :  તાપીના વ્યારામાં સરકારી જમીન પર બુલડોઝર (bulldozer) ફરી વળ્યું છે. વ્યારાના શંકર ફળિયામાં વહેલી સવારથી દબાણ હટાવવાની (Demolition) કામગીરી હાથ ધરાઈ હતી. તાપી જિલ્લા પોલીસ હેડ કવાર્ટર નજીક શંકર ફળિયુ હોવાથી પોલીસે દબાણ હટાવ્યા. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલેશન શરૂ કરાયું હતું. હજુ આગામી સમયમાં અંદાજીત 65થી વધુ મકાનનું ડિમોલેશન થશે.

આ પણ વાંચો-ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ પહોંચ્યા દિલ્હી, AICCના ખજાનચી પવન બંસલ અને કેસી વેણુ ગોપાલ સાથે કરશે બેઠક

તાપી જિલ્લાના વ્યારામાં વહેલી સવારથી જ ગેરકાયદે બાંધકામ પર તવાઇ બોલાવવામાં આવી છે. વહેલી સવારથી જ પાલિકાની દબાણ હટાવવાની ટીમ પોલીસના જવાનો સાથે શંકર ફળિયામાં પહોંચ્યો હતો. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગેરકાયદે ઇમારતો તોડવાની કામગીરી શરુ કરવામાં આવી હતી. આગામી દિવસોમાં પણ દબાણ હટાવવાની કામગીરી શરુ રાખવામાં આવશે. મળતી માહિતી મુજબ 65થી વધુ ગેરકાયદે મકાનનું બાંધકામ તોડી પડાશે.

 તાપી જિલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 22, 2023 09:47 AM
g clip-path="url(#clip0_868_265)">