દક્ષિણ પટ્ટીનો આ ધોધ ચોમાસામાં સહેલાણીઓ માટે બન્યું આકર્ષણનું કેન્દ્ર, જુઓ ડ્રોન Video

દક્ષિણ પટ્ટીનો આ ધોધ ચોમાસામાં સહેલાણીઓ માટે બન્યું આકર્ષણનું કેન્દ્ર, જુઓ ડ્રોન Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2023 | 1:05 PM

તાપી જીલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદી માહોલ વચ્ચે સિઝનમાં પ્રથમ વખત સંપૂર્ણપણે ચિમેર ગામનો ધોધ ખીલી ઉઠ્યો છે. આ રમણીય નજારો જોવા સહેલાણીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે.

Tapi: તાપીનાં સોનગઢ તાલુકા મથકેથી 35 કીમી અંતરે દક્ષિણ પટ્ટીમાં જંગલ વિસ્તારમાં હીંદલાની બાજુમાં આવેલા ચિમેર ગામનો ધોધ છેલ્લા થોડા દિવસોથી સતત વરસાદી માહોલ વચ્ચે સિઝનમાં પ્રથમ વખત સંપૂર્ણપણે ખીલી ઉઠ્યો છે. આ નજારો જોવા સહેલાણીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. આ ધોધ ઊંચાઈએ દક્ષિણ ગુજરાતના મોટા ધોધમાંનો એક હોવાનું મનાય છે, જે ગાઢ જંગલોની વચ્ચે આવેલો છે.

કુદરતે જ્યાં ખોબે ખોબા ભરીને સૌંદર્ય વેર્યું છે તેવા તાપી જિલ્લાના દક્ષિણી સોનગઢના જંગલો ચોમાસામાં સોળેકળાએ ખીલી ઉઠે છે.  ઊંચા નીચા ડુંગરો પર છવાયેલ જંગલોની હરિયાળી ચાદર આંખ અને મનને અનોખો સંતોષ આપી જાય છે, જેમાં સોનગઢ તાલુકાના ચિમેર ગામે આવેલ ચીમેર ધોધ જેના નીર આશરે 300 ફૂટની ઉંચાઈએથી નીચે પડતા અદભુત નજારો જોવા મળતો હોય છે.

આ પણ વાંચો : ચોમાસામાં સુરતનું આ સ્થળ જાણીતા પ્રવાસન સ્થળોને આપે છે ટક્કર, જુઓ PHOTOS

સૌંદર્યથી ભરપૂર હરિયાળા સોનગઢના જંગલ વિસ્તારમાં આવેલ આ ધોધ ગૌમુખનો ધોધ, ડાંગના મહલનો ગીરમાળી અને ગીરા ધોધ જેટલો જ પ્રવાસીઓને આકર્ષિત કરે છે. ત્યારે ગાઢ જંગલ વિસ્તારમાં ખળ ખળ વહેતા કુદરતના આ સૌંદર્યને માણવા પ્રકૃતિ પ્રેમીઓ મોટી સંખ્યામાં અહીં આવે છે. જોકે ચીમેર ગામથી ધોધ સુધી પહોંચવા માટે પાકા રસ્તાનાં અભાવે પ્રવાસીઓ કાદવ કીચડ રસ્તા પર ચીમેર ધોધ પર જવું પડે છે. તંત્ર દ્વારા છેલ્લા થોડા વર્ષથી આ વિસ્તારને વિકસિત કરવા માટે કવાયત હાથ ધરી છે.

(with input : Nirav Kansara, Tapi)

Published on: Jul 04, 2023 08:23 PM
g clip-path="url(#clip0_868_265)">