Surendranagar : પ્રદુષિત પાણીથી લોકો ત્રાહિમામ, 40 બાળકોને ઝાડા,ઉલ્ટીની અસર થતા આરોગ્ય તંત્ર દોડતુ થયું

|

May 13, 2022 | 2:39 PM

પાણીના પંપ નજીક જ દુષિત પાણીના ખાડા ભરેલ છે, તેથી પાણીની લાઇન પસાર થતી લીંક સાથે પાણી (Water) ભળતા આ પ્રકારની સમસ્યા સર્જાઈ છે.

Surendranagar : પ્રદુષિત પાણીથી લોકો ત્રાહિમામ, 40 બાળકોને ઝાડા,ઉલ્ટીની અસર થતા આરોગ્ય તંત્ર દોડતુ થયું
Diarrhoea and Jaundice cases on rise amid scorching heat in Surendranagar

Follow us on

Surendranagar News : લીંબડી તાલુકાના (Limbadi Taluka) ભથાણ ગામે 40 બાળકોને ઝાડા, ઉલ્ટી, કમળાના કેસો સામે આવ્યા છે.ભથાણ ગામે પીવાના પાણીના પંપમાં પ્રદુષિત પાણી ભળતા ગામમાં રોગચાળો (Epidemic) વકર્યો છે.પાણીના પંપ નજીક જ દુષિત પાણીના ખાડા ભરેલ છે, તેથી પાણીની લાઇન પસાર થતી લીંક સાથે પાણી ભળતા આ પ્રકારની સમસ્યા સર્જાઈ છે.જો કે એકસાથે ભથાણ ગામમાં 40 બાળકોને ઝાડા ઉલ્ટી કમળાના કેસો સામે આવતા તંત્ર થયુ દોડતુ થયુ છે.જો કે આ અંગે જાણ થતા જ મામલતદાર, પાણી પુરવઠા ઇજનેર, આરોગ્ય ખાતુ ભથાણ પહોંચી તપાસ હાથ ધરી હતી.આરોગ્ય ટીમે હાલ બાળકોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં(Primary Health Center)  આ બાળકોની સારવાર શરૂ કરી છે.

રોગચાળાના કારણે લોકોમાં પારાવાર રોષની લાગણી

તમને જણાવી દઈએ કે,સુરેન્દ્રનગર-દુધરેજ નગરપાલિકા દ્વારા શહેરના તમામ વોર્ડમાં રહિશોને રોડ, રસ્તા, પાણી(Water)  સહિતની પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. પરંતુ આ પહેલા પણ શહેરના અમુક વોર્ડમાં તંત્ર દ્વારા પ્રાથમિક સુવિધાઓ આપવામાં ન આવતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર પાલિકાના વોર્ડમાં દુષિત અને ગંદુ પાણી વિતરણ કરવામાં આવતાં સ્થાનિક રહિશોના આરોગ્ય ઉપર ખતરો તોળાઈ રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

નવી પાણીની લાઈન લાખોના ખર્ચે નાંખવામાં તો આવી છે, પરંતુ કયારેય આ લાઈનમાં પાણી આવ્યું નથી,તેવી સ્થાનિકો ફરિયાદ કરી રહ્યા છે.ત્યારે એક તરફ આકરી ગરમી અને બીજી તરફ આ પ્રાકરે પ્રદુષિત પાણીને કારણે ફાટી નીકળેલ રોગચાળાના કારણે લોકોમાં પારાવાર રોષની લાગણી જોવા મળી રહી છે.

Next Article