Rajkot Video: ધોરાજી પંથકમાં છવાયું ગાઢ ધુમ્મસ, ખેડૂતોના પાકને નુકસાન જવાની ભીતિ

Rajkot Video: ધોરાજી પંથકમાં છવાયું ગાઢ ધુમ્મસ, ખેડૂતોના પાકને નુકસાન જવાની ભીતિ

| Edited By: | Updated on: Mar 01, 2024 | 10:36 AM

રાજકોટના ધોરાજી પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજકોટના ધોરાજીમાં ગાઢ ધુમ્મસ છવાયુ છે. વહેલી સવારથી વાતાવરણમાં ધુમ્મસ જોવા મળ્યુ છે. જેના પગલે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે. ત્યાં રાજકોટના ધોરાજી પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજકોટના ધોરાજીમાં ગાઢ ધુમ્મસ છવાયુ છે. વહેલી સવારથી વાતાવરણમાં ધુમ્મસ જોવા મળ્યુ છે. જેના પગલે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. અચનાક વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો. ધુમ્મસ ભર્યુ વાતાવરણ થતા ઘઉં, ચણા, જીરું, ડુંગળી સહિતના પાકોને નુકસાન થાય તેવી શક્યતા છે.

સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અને આવતીકાલે રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું પડે તેવી સંભાવના છે. આગામી 2 દિવસ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો