રાજકોટ ગેમઝોન અગ્નિકાંડે આખા રાજ્યને હચમચાવી દીધુ છે,ત્યારે તંત્ર દ્વારા આખા રાજ્યમાં ફાયર NOC અને ફાયર સેફ્ટીની,સ્કુલ,ટ્યુશન ક્લાસીસ,સીનેમાઘરો,સરકારી ઓફિસોમાં ચકાસણી કરવામાં આવી રહી છે તો બીજી તરફ રાજકોટના ધોરાજી નગર પાલિકાનું અધત્તન બિલ્ડિંગ બનાવવામાં આવ્યું પરંતું ફાયર સેફ્ટી ન હોવાથી વિવાદમાં આવ્યું છે.આ બિલ્ડિંગને 7 વર્ષ જેટલો સમય તો થયો પરંતુ ફાયરની કોઇ પણ પ્રકારની સુવિધા ન હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે,
જે જગ્યા પરથી ફાયરની NOC લેવાની હોય એ જ જગ્યા પર ફાયરની સુવિધા નથી તો બીજી તરફ સરકારે રાજકોટમાં બનેલા અગ્નિકાંડ બાદ ફાયર સેફ્ટી બાબતેના આદેશ આપ્યા છે પણ અહીં તો હકીકત કઇ અલગ જ સામે આવી છે.સરકાર ફાયર સેફ્ટી જરૂરી હોવાના દાવાઓ કરે છે અને અહીં તો ધોરાજી નગર પાલિકા કચેરીનું નવું બિલ્ડિંગ ફાયર સેફ્ટી સાધન વિહોણું છે જો કોઇ ઘટના બનશે તો જવાબદાર કોણ તે પ્રશ્ન સતાવી રહ્યો છે.પાલિકામાં ફાયરનું ટેન્કર પણ બિસ્માર હાલતમાં હોવાથી અનેક પ્રશ્ન સામે આવી રહ્યા છે
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 5:40 pm, Thu, 30 May 24