Rajkot Video : ધોરાજીમાં વરસાદએ વિરામ લીધા પણ ખેતરોની સ્થિતિ કફોડી, ધરતીપુત્રોએ સરકાર પાસે માગી સહાય

| Edited By: | Updated on: Jul 27, 2024 | 4:27 PM

રાજકોટના ધોરાજીના ગ્રામ્ય વિસ્તારના ખેતરોમાં હજુ પણ પાણી ઓસર્યા નથી. ખેતરોમાં પાણી ભરાતા પાક પાણીમાં ગરકાવ થયા છે. જેમાં કપાસ, મગફળી,સોયાબીન,એરંડા,મકાઈ,જુવાર જેવા પાકને નુકસાન થયુ છે.

રાજકોટના ધોરાજીમાં વરસાદએ વિરામ લીધા બાદ પણ ખેતરોની સ્થિતિ કફોડી થઈ છે. ધોરાજીના ગ્રામ્ય વિસ્તારના ખેતરોમાં હજુ પણ પાણી ઓસર્યા નથી. ખેતરોમાં પાણી ભરાતા પાક પાણીમાં ગરકાવ થયા છે. જેમાં કપાસ, મગફળી,સોયાબીન,એરંડા,મકાઈ,જુવાર જેવા પાકને નુકસાન થયુ છે. ખેડૂતોને ફરીથી નવુ વાવેતર કરવા માટેની નોબત આવી છે. એક વીઘા દીઠ 10 થી 12 હજારનો ખેડૂતોએ ખર્ચ કર્યો હતો. જો કે ખેડૂતોએ સરકાર પાસે સહાયની માગ કરી છે.

ખેડૂતોએ સહાય માગી

બીજી તરફ ખંભાળિયામાં ભારે વરસાદ બાદ સહાય આપવાની માગ ઉઠી છે. કોંગ્રસે અને ખેડૂતોએ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં વિશેષ પેકેજની કોંગ્રેસે માગ કરી છે. અતિભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. જેના પગલે ખેતરો બેટમાં ફેરવાયા હતા.

બીજી તરફ ખેડૂત આગેવાન પાલ આંબલિયાએ કહ્યું કે દ્વારકા જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારમાં તાત્કાલિક સરવે થાય. જેમાં પાલ આંબલિયાએ તલાટી નહીં પરતું કૃષિ નિષ્ણાતોને સરવેની કામગીરી આપવા માગ કરી છે.