Dhirendra Shastri : બાગેશ્વર ધામ સરકારના વિરોધને લઈ જાણીતા કથાકાર દેવકીનંદન શાસ્ત્રી સાથે TV9 ની ખાસ વાતચીત, જુઓ Video

Dhirendra Shastri : બાગેશ્વર ધામ સરકારના વિરોધને લઈ જાણીતા કથાકાર દેવકીનંદન શાસ્ત્રી સાથે TV9 ની ખાસ વાતચીત, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: May 18, 2023 | 5:30 PM

TV9 એ જાણીતા કથાકાર દેવકીનંદન શાસ્ત્રી સાથે ખાસ વાતચીત કરી છે. તેમણે ધીરેન્દ્ર શાસ્ત્રીને પોતાના ભાઈ ગણાવ્યા. હિન્દુ રાષ્ટ્ર નહીં બને તો 100 કરોડ લોકોનું નુકસાન થશે એ નિશ્ચિત છે તેવું પણ શાસ્ત્રીએ જણાવ્યુ હતું.

હાલમાં ધિરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત પ્રવાસને લઈ ઠેર ઠેર વિરોધના ભણકારા વાગી રહ્યા છે. પરંતુ બીજી તરફ કેટલીક સંસ્થાઓ ધિરેન્દ્ર શાસ્ત્રીના સમર્થનમાં પણ આવી છે. ત્યારે હાલમાં ચાલી રહેલો બાગેશ્વર ધામ સરકારનો વિરોધ જેને લઈ TV9 એ જાણીતા કથાકાર દેવકીનંદન શાસ્ત્રી સાથે ખાસ વાતચીત કરી છે. મહત્વનુ છે કે ધર્મને લઈ જ્યાં સવાલો ઊભા થતાં હોય ત્યાં ત્યાં દેવકી નંદન શાસ્ત્રીએ અવાજ ઉઠાવ્યો છે. ત્યારે હાલ બાગેશ્વર ધામ સરકારના થઈ રહેલા વિરોધને લઈને પણ દેવકી નંદાન શાસ્ત્રીએ પ્રતિક્રિયા આપી છે. Tv9 સાથે કરેલી ખાસ વાતચીતમાં તેમણે ધીરેન્દ્ર શાસ્ત્રીને પોતાના ભાઈ ગણાવ્યા. હિન્દુ રાષ્ટ્ર નહીં બને તો 100 કરોડ લોકોનું નુકસાન થશે એ નિશ્ચિત છે તેવું પણ શાસ્ત્રીએ જણાવ્યુ હતું.

ઘણી વાતો તેમણે TV9 ના દર્શકો માટે કરી જેમાં હિન્દુ રાષ્ટ્ર નહિ બને તો હિન્દુ પરંપરા બાળકો અને આવનારી પેઢીનું નુકસાન થશે. તે સાથે હિન્દુ રાષ્ટ્રની માગ યોગ્ય છે તેવું પણ શાસ્ત્રી દ્વારા જણાવવામાં આવ્યું છે. 80 ટકા તો આપણે ક્રિશ્ચિયન બની ચૂક્યા છીએ તેવું પણ દેવકીનંદન શાસ્ત્રીએ જણાવ્યુ હતું. આગ્રામાં કૃષ્ણ જન્મ ભૂમિ બાબતે દેવકીનંદન કોર્ટમાં ગયા હતા તેને લઈને પણ તેમના દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી. આ દરમ્યાન લવ જેહાદ મુદ્દે પણ દેવકીનંદને ચોંકાવનારી વાત કરી હતી.

આ પણ વાંચો : બાગેશ્વર ધામ બાબાનો કોણ કરે છે વિરોધ? બાબાની ગુજરાતમાં એન્ટ્રી કોને ખટકે છે? જુઓ Video

હિન્દુ ધર્મને લગતી વિવિધ બાબતોને લઈ તેમણે વાત કરી TV9 ના દર્શકો માટે ખાસ કહ્યું કે જો બાળકોને બચાવવા હોય તો કેરેલા ફાઇલ્સ જેવો મેસેજ જ્યાંથી મળે તે લેવો જોઈએ જે સાથે હાલમાં ચર્ચિત કેરેલા ફાઇલ્સની તરફેણમાં દેવકીનંદન શાસ્ત્રીએ પ્રતિક્રિયા આપી હતી. બાળકોને ધર્મગ્રંથોનું જ્ઞાન આપવું હવે જરૂરી હોવાનું પણ જણાવ્યુ હતું. તેમણે કહ્યું દરેક માતા અને દીકરીએ કેરેલા ફાઇલ્સ જોવી જોઈએ.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">