નવા વર્ષના પ્રથમ દિવસે પાવાગઢમાં દર્શન માટે ઉમટ્યા ભક્તો, ‘જય મહાકાળી, પાવાવાળી ‘ના નાદથી ગુંજી ઉઠ્યુ મંદિર
કોઇપણ તહેવારમાં પાવાગઢ ખાતે ભક્તોનો ભારે ધસારો જોવા મળે છે. ત્યારે ગુજરાતભરમાંથી લોકો નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે વહેલી સવારથી ભક્તો મંદિરે દર્શન કરવા ઉમટી પડ્યાં. પાવાગઢમાં વહેલી સવારથી ભક્તોની ભીડ જામી છે.
આજે વિક્રમ સંવત 2080નો પ્રારંભ થઈ રહ્યો છે. દર વર્ષે કારતક સુદ એકમના રોજ ગુજરાતમાં નવા વર્ષની ઉજવણી કરવામા આવતી હોય છે. આજના દિવસે સૌ કોઈ મંદિરે જઈને પોતાની મનોકામના સાકાર થાય તે માટે પ્રાર્થના કરતા હોય છે.ત્યારે યાત્રાધામ પાવાગઢમાં પણ દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટી પડી છે.પાવાગઢમાં ભક્તોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે.
કોઇપણ તહેવારમાં પાવાગઢ ખાતે ભક્તોનો ભારે ધસારો જોવા મળે છે. ત્યારે ગુજરાતભરમાંથી લોકો નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે વહેલી સવારથી ભક્તો મંદિરે દર્શન કરવા ઉમટી પડ્યાં. પાવાગઢમાં વહેલી સવારથી ભક્તોની ભીડ જામી છે. નવા વર્ષના દિવસે જય મહાકાળી, પાવાવાળીના નાદ સાથે મંદિર ગુંજી ઉઠ્યું હતું. ભક્તોએ મા મહાકાળીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
આ પણ વાંચો-ગીરસોમનાથ- સોમનાથ મંદિરમાં 77માં સંકલ્પ દિવસની ભક્તિભાવપૂર્વક કરાઈ ઉજવણી, જુઓ તસ્વીરો
મહત્વનું છે કે દિવાળીના 5 દિવસ દરમિયાન માના દર્શનનો વિશેષ મહિમા રહેલો છે. ત્યારે પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ વિશેષ વ્યવસ્થા કરાઇ છે. જેથી સરળતાથી લોકો દર્શન કરી શકે અને કોઇ અગવડતા ન પડે.માના દર્શન સમયમાં ફેરફાર કરાયો છે. ભક્તો હવે સવારે 5 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી મા મહાકાળીના દર્શન કરી શકશે. લાખો ભક્તો ઉમટી પડતા સવાર અને સાંજના સમયમાં એક કલાક વધારી દેવાયો છે.
પંચમહાલ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો





