Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Junagadh : રામનવમી ઉજવણીને લઇને તૈયારીઓ શરૂ, રામ મંદિરના રથની પ્રતિકૃતિ આકર્ષણનું કેન્દ્ર

Junagadh : રામનવમી ઉજવણીને લઇને તૈયારીઓ શરૂ, રામ મંદિરના રથની પ્રતિકૃતિ આકર્ષણનું કેન્દ્ર

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 10, 2022 | 8:38 PM

હરિઓમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભગવાન શ્રીરામની શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શોભાયાત્રાનો રૂટ તૈયાર થઇ ચૂક્યો છે. શોભાયાત્રામાં આયોધ્યાની પ્રતિકૃતી સમાન બનાવેલા રામ મંદિરનો(Ram Mandir)રથ સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. મંદિરમાં 1 હજાર 872 લાદી ફીટ કરવામાં આવી. અને બહારની બાજુ કૃત્રિમ ઘાસ રાખી સુશોભિત કરાયું છે.

જૂનાગઢમાં(Junagadh)ભગવાન શ્રીરામના પ્રાગટ્ય ઉત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરાશે. રવિવારે  રામનવમીની(Ramnavmi)ઉજવણી કરવા જૂનાગઢવાસીઓ થનગની રહ્યા છે. પ્રભુ રામની શોભાયાત્રા કાઢવા માટેની તમામા તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે..હરિઓમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભગવાન શ્રીરામની શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શોભાયાત્રાનો રૂટ તૈયાર થઇ ચૂક્યો છે. શોભાયાત્રામાં અયોધ્યાની પ્રતિકૃતી સમાન બનાવેલા રામ મંદિરના(Ram Mandir)રથની  પ્રતિકૃતિ સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. મંદિરમાં 1 હજાર 872 લાદી ફીટ કરવામાં આવી. અને બહારની બાજુ કૃત્રિમ ઘાસ રાખી સુશોભિત કરાયું છે. અને 4 ફૂવારા મૂકવામાં આવ્યા છે.અયોધ્યા રામ મંદિરની પ્રતિકૃતિવાળા મંદિરની વિશેષતાઓ પર નજર કરીએ તો  ત્રણ માળનું રામ મંદિર બનાવવા પાછળ 230 થર્મોકોલની સીટ, 244 લાકડાના સ્તંભનો ઉપયોગ કરાયો છે.

આ રથમાં  50થી વધુ લાઇટ ફીટ કરવામાં આવી છે. જેમાં 25 રૂફલાઇટ, 15 સરફેસ્ડ LED લાઇટ મંદિરની અંદર ફીટ કરાઇ છે. મંદિરની બહારની સાઇડ 12 સ્ટ્રીટ લાઇટ લગાવાઈ છે. આ મંદિર બનાવવા માટે પ્લાય, થર્મોકોલ, ફેવિકોલ, પૂટી, પ્લાસ્ટર ઓફ પેરીસ, ખીલી, ખીલા, કલર, અસ્તર તેમજ લાદીનો ઉપયોગ કરાયો છે.

આ પણ વાંચો :  અમદાવાદ શહેરમાં નકલી પોલીસનો વધતો આતંક, નરોડા, એલીસ બ્રિજ બાદ હવે ગોમતીપુરમાં નકલી પોલીસ ઝડપાયા

આ પણ વાંચો :  ધોરણ-10નું હિન્દીનું પેપર વાયરલ થવા મુદ્દે કોંગ્રેસના પ્રહાર, પેપર ફૂટવું તે શિક્ષણ વિભાગ માટે શરમજનક વાતઃ કોંગ્રેસ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published on: Apr 09, 2022 07:07 PM
g clip-path="url(#clip0_868_265)">