Devbhumi Dwarka : ટેકાના ભાવે ખરીદીનો વિવાદ વકર્યો, 300 મણ મગફળીની ખરીદીની માગ સાથે ખેડૂતોએ દિવડા પ્રગટાવી કર્યો વિરોધ, જુઓ Video
રાજ્ય સરકારે ખેડૂતો પાસેથી 70 મણ મગફળીની ખરીદીની જાહેરાત કર્યા બાદથી ખેડૂતોમાં રોષનો માહોલ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં ખેડૂતોએ આ મુદ્દે દિવડા પ્રગટાવી અનોખો વિરોધ નોંધાવ્યો.
રાજ્ય સરકારે ખેડૂતો પાસેથી 70 મણ મગફળીની ખરીદીની જાહેરાત કર્યા બાદથી ખેડૂતોમાં રોષનો માહોલ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં ખેડૂતોએ આ મુદ્દે દિવડા પ્રગટાવી અનોખો વિરોધ નોંધાવ્યો. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ખેડૂત નેતા પાલ આંબલિયાની અધ્યક્ષતામાં ખેડૂતો દિવડા લઈને પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા.
ખેડૂતોએ દિવડા પ્રગટાવી કર્યો વિરોધ
ખેડૂતોએ આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી. ખેડૂતોની માગ છે કે સરકાર ટેકાના ભાવે 300 મણ મગફળીની ખરીદી કરે. તો કર્ણાટક અને તેલંગાણાની જેમ રજીસ્ટ્રેશન કરાવનારા ખેડૂતોના ખાતામાં સીધા 1.35 લાખ જમા કરાવે. સરકારે ટેકાના ભાવ 1,452.60 રૂપિયા જાહેર કર્યા છે. જ્યારે ખુલ્લા બજારમાં પ્રતિ મણના 850 થી 1000 રૂપિયા મળી રહ્યા છે. ત્યારે ખેડૂતોને થનારી નુકસાનીની રકમ તેમના ખાતામાં જમા થાય તેવી માગ છે.
ઉલ્લેખનીય છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં ખેડૂતોએ આ મુદ્દે દિવડા પ્રગટાવી અનોખો વિરોધ નોંધાવ્યો. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ખેડૂત નેતા પાલ આંબલિયાની અધ્યક્ષતામાં ખેડૂતો દિવડા લઈને પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા. ખેડૂતોને થનારી નુકસાનની રકમ તેમના ખાતામાં જમા થાય તેવી માગ કરવામાં આવી છે.
