દારૂબંધીના લીરેલીરા, ડીસાના TDO ફરજ પર દારૂ પીધેલી હાલતમાં હોવાના આક્ષેપ

બનાસકાંઠા જિલ્લાના ડીસા (Deesa) તાલુકામાં. ડીસાના તાલુકા વિકાસ અધિકારી (TDO) બી.ડી.સોલંકી ફરજ પર ઓફીસમાં જ દારૂ પીધેલી હાલતમાં હોવાના આક્ષેપ થયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2021 | 4:36 PM

BANASKANTHA : ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં દારૂબંધી લગાવવામાં આવી છે. સરકારે જ દારૂબંધી કરી હોવા છતાં સરકારના જ મોટા ગજાના અધિકારી દારૂ પીધેલી હાલતમાં મળી આવે તો કેવો ઘાટ ઘડાય? આવું જ થયું છે બનાસકાંઠા જિલ્લાના ડીસા (Deesa) તાલુકામાં. ડીસાના તાલુકા વિકાસ અધિકારી (TDO) બી.ડી.સોલંકી ફરજ પર ઓફીસમાં જ દારૂ પીધેલી હાલતમાં હોવાના આક્ષેપ થયા છે. TDO પોતાની ઓફીસમાં જ દારૂની મહેફિલ માણતા હોવાના આક્ષેપ પણ થયા છે. દારૂ પીધેલી હાલતમાં તાલુકા વિકાસ અધિકારી (TDO) બી.ડી.સોલંકીએ વિદ્યાર્થીઓ સાથે ગાળાગાળી કરી હોવાના આક્ષેપ થતા ડીસા પોલીસ તેમણે પોલીસ મથકે લઇ ગઈ હતી.

આજે 2 નવેમ્બરના રોજ સરકારી ઓફિસોનો છેલ્લો દિવસ છે, એટલે કે આજથી સરકારી ઓફિસોમાં દિવાળી વેકેશન પડી રહ્યું છે. આ સાથે ગુજરાત સરકાર દ્વારા વિવિધ ભરતીઓ બહાર પાડવામાં આવી છે એના અનુસંધાને કેટલાક વિદ્યાર્થીઓ આવકના દાખલા સહીતના પોતાના વિવિધ પ્રમાણપત્રો માટે તાલુકા વિકાસ અધિકારીની ઓફિસે પહોચ્યાં હતા. અહી ડીસા તાલુકા વિકાસ અધિકારી (TDO) બી.ડી.સોલંકી અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું અને તેમણે વિદ્યાર્થીઓને અપશબ્દો કહ્યાં હતા.

વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો કે TDO બી.ડી.સોલંકી મદિરાપાન કરીને ઓફીસમાં બેઠા છે એવો આક્ષેપ કર્યો હતો અને સમગ્ર મામલે હોબાળો થયો હતો. ડીસા પોલીસ ઘટનાસ્થળે પહોચી હતી અને ટોળું વિખેર્યું હતું. તાલુકા વિકાસ અધિકારીને ઉત્તર પોલીસ મથકે લઇ જવામાં આવ્યાં હતા. આ ઘટનામાં આક્ષેપ પ્રતિઆક્ષેપ ચાલું છે અને પોલીસ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો : અમદાવાદ : વિકાસથી ઘટ્યું બે શહેર વચ્ચેનું અંતર, એસજી હાઈવે પર કુલ 14 બ્રિજનું નિર્માણ

આ પણ વાંચો : ખેડાના નડિયાદમાં હત્યાના ગુનામાં સેશન્સ કોર્ટે 59 આરોપીને સજા ફટકારી

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">