Rain News : મેઘરાજાએ ગુજરાતને ધમરોળ્યુ છતા વરસાદની ઘટ ! અત્યાર સુધી સૌરાષ્ટ્રમાં 57.10 ટકા વરસ્યો વરસાદ, જુઓ Video

|

Jul 21, 2024 | 11:58 AM

ગુજરાતના કેટલાક જિલ્લાઓ ભારે વરસાદ ખાબક્યો છે. અત્યાર સુધી રાજ્યમાં સિઝનનો સરેરાશ 38.28 ટકા વરસાદ વરસ્યો છે. પરંતુ જો ગતવર્ષની સરખામણી કરીએ તો આ વર્ષે સમગ્ર ગુજરાતમાં વરસાદની ઘટ જોવા મળી છે.

ગુજરાતમાં છેલ્લા બે દિવસ ભારે વરસાદ વરસ્યો છે. જેના પગલે સૌરાષ્ટ્ર સહિતના કેટલાક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. ગુજરાતમાં સિઝનનો સરેરાશ 38.28 ટકા વરસાદ વરસ્યો છે. જ્યારે સૌથી વધારે સૌરાષ્ટ્રમાં 57.10 ટકા ઈંચ વરસાદ ખાબક્યો છે. આ તરફ કચ્છમાં અત્યાર સુધી 51.10 ટકા વરસાદ વરસ્યો છે.

દક્ષિણ ગુજરાતમાં 40.50 ટકા વરસાદ નોંધાયો છે. સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાતમાં 23.09 ટકા વરસ્યો છે. જો ગત વર્ષની સરખામણી કરીએ તો આ વર્ષે વરસાદની ઘટ જોવા મળી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, કચ્છ સહિત સૌરાષ્ટ્રમાં પણ વરસાદ ઓછો પડ્યો હોવાનું સામે આવ્યુ છે.

ગુજરાતમાં વરસાદની ઘટ !

ઉલ્લેખનીય છે કે ગતવર્ષે એટલે કે 2023માં ગુજરાતમાં સારો વરસાદ પડ્યો હતો. કચ્છમાં 21 જુલાઈ 2023 સુધી 119.04% વરસાદ વરસ્યો હતો. જ્યારે 21 જુલાઈ 2024 સુધી 51.10% વરસાદ વરસ્યો છે. જો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો 21 જુલાઈ 2023 સુધી 55.56% વરસાદ વરસ્યો છે. જ્યારે 21 જુલાઈ 2024 સુધી 23.86% વરસાદ વરસ્યો છે.

તેમજ સૌરાષ્ટ્રમાં 21 જુલાઈ 2023 સુધી 89.69% વરસાદ વરસ્યો હતો.જ્યારે આ વર્ષે 21 જુલાઈ 2024 સુધી 57.10% વરસાદ વરસ્યો છે. મધ્ય ગુજરાતમાં વરસાદની ઘટ જોવા મળી છે. 21 જુલાઈ 2023 સુધી 48.01% વરસાદ પડ્યો હતો. જ્યારે 21 જુલાઈ 2024 સુધી 23.09% વરસાદ વરસ્યો છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં 21 જુલાઈ 2023 સુધી 47.68% વરસાદ ખાબક્યો હતો. જ્યારે 21 જુલાઈ 2024 સુધી 40.50% વરસાદ પડ્યો છે.

Next Video