Surat : કોસંબા નજીક બિનવારસી બેગમાંથી 25 વર્ષીય યુવતીનો મૃતદેહ મળતા ચકચાર, જુઓ Video
સુરત જિલ્લામાં ફરી એક વખત હત્યાની સનસનીખેજ ઘટના સામે આવી છે. માંગરોળ તાલુકાના કોસંબા નજીકથી એક બંધ બેગમાંથી અંદાજીત 25 વર્ષીય યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. બેગ રસ્તા કિનારે પડેલી હતી, જેને જોઈને સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.

માહિતી મુજબ, યુવતીનો મૃતદેહ કાપડથી બાંધીને બેગમાં પેક કરવામાં આવ્યો હતો. યુવતીના ગળાના ભાગે ઇજાના સ્પષ્ટ નિશાન જોવા મળ્યા છે, જેના આધારે પોલીસએ પ્રાથમિક રીતે આ ઘટનાને હત્યાનો કેસ માની તપાસ શરૂ કરી છે. યુવતીનું મોઢું કાળું પડી ગયેલું હોવાનું પણ જણાયું છે.
પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ, મૃત મહિલા પરપ્રાંતીય હોઈ શકે છે. યુવતીના હાથ પર ટેટૂ દોરાયેલું છે, જે તેના પરિચય સુધી પહોંચવામાં મહત્વપૂર્ણ પુરાવો સાબિત થઈ શકે છે. ઘટનાની જાણ થતાં જ કોસંબા પોલીસ અને સુરત જિલ્લા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. હાલ પોલીસે મૃતદેહની ઓળખ તેમજ ઘટનાના કારણોને લઈને ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.