Surat: રાંદેરના કોઝવે નજીકથી નવજાત બાળકનું ધડ વગરનું શબ મળી આવ્યું, ઓળખ માટે ફોરેન્સિક વિભાગે તપાસ હાથ ધરી, જુઓ Video

| Edited By: | Updated on: Aug 21, 2023 | 11:11 AM

સુરતના રાંદેરના કોઝવે નજીક નવજાત બાળકનું શબ મળ્યું છે. બાળકનું ધડ વગરનું શબ મળી આવતા પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઇ હતી. બાળકની ઓળખ માટે ફોરેન્સિક વિભાગે તપાસ હાથ ધરી છે.

સુરતમાં ફરી એક વાર મૃત બાળક મળી આવ્યું છે. શનિવારે સાંજના સમયે રાંદેરના કોઝવે નજીકના પાળા કિનારેથી એક નવજાત બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. નવજાત બાળકનું ધડ મળી આવ્યું હતું. કમરથી પગ વગરનો ધડવાળો મૃતદેહ મળી આવતા પોલીસ પણ આશ્ચર્યમાં પડી હતી. કોહવાઈ ગયેલી હાલતમાં મળી આવેલો મૃતદેહ બાળકનો છે કે બાળકીનો તે જાણી ના શકાતા અનેક પ્રશ્નો ઉભા થયા છે.

આ પણ વાંચો : Surat : કામરેજમાં રખડતી રંજાડને લઈ કડક કામગીરી, તમામ રખડતા ઢોરોને પાંજરાપોળમાં મોકલાયા, જુઓ Video

ફોરેન્સિક વિભાગમાં પોસ્ટમોર્ટમ દરમિયાન બાળકના શરીરને કમર માંથી કાપી નાખવામાં આવ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. DNA બાદ જ મૃતદેહ બાળકનો છે કે બાળકીનો તે બહાર આવશે તેવું ડોક્ટરોએ જણાવ્યું છે. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોમાં cctv દ્વારા તપાસ શરૂ કરી છે. અગાઉ પણ અનેક કિસ્સાઓ આવા સામે આવ્યા છે. જેને કારણે આ અંગે અવેરનેસ લાવવા સરકાર સતત મથી રહી છે. પરંતુ જાગૃતિના અભાવે ફરી સુરતમાં આ ચકચારી ઘટના બની છે. પોલીસે આ સમગ્ર મામલે બાળકને ત્યજી દેવા અંગેનો ગુનો દાખલ કર્યો છે અને આ મામલે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Aug 21, 2023 10:50 AM