Surat : કામરેજમાં રખડતી રંજાડને લઈ કડક કામગીરી, તમામ રખડતા ઢોરોને પાંજરાપોળમાં મોકલાયા, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2023 | 10:16 PM

સુરતમાં રખડતી રંજાડને લઈ કામરેજ પંચાયત એક્શનમાં આવી છે. તમામ ઢોરોને પાંજરાપોળ મોકલાયા.થોડા દિવસ અગાઉ પશુપાલકોને નોટિસ પણ અપાઈ હતી.

રખડતા ઢોરોની સમસ્યા તમે પણ તમારા શહેરમાં અનુભવતા હશો પણ સુરતના કામરેજમાં કમસે કમ લોકોને રખડતા ઢોર સામે ન મળે એવું કંઈક થઈ રહ્યું છે. રખડતા ઢોરોની પરેશાન લોકોને આ સમસ્યાથી લોકોને છુટકારો મળે તે માટે સુરતની કામરેજ ગ્રામ પંચાયતે કડક હાથે કામગીરી શરૂ કરી છે. જેમાં રસ્તા પર અંડીગો જમાવીને બેસતા રખડતા ઢોરોને પકડી પાંજરાપોળમાં મોકલી આપવામાં આવ્યા છેે.

આ પણ વાંચો : Breaking News : ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટી ચંદન ચોરીનો પર્દાફાશ, કામરેજમાં 35 લાખનું ચંદન જપ્ત

રખડતા ઢોરોના કારણે અનેકવાર અકસ્માત સર્જાઈ ચૂક્યા છે. જેથી, કામરેજ ગ્રામ પંચાયત દ્વારા રસ્તા પર ઢોરોને ન છોડવા માટે થોડા દિવસ પહેલા તમામ પશુપાલકોને નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં સમસ્યા યથાવત રહેતા આખરે કામરેજ ગ્રામ પંચાયત દ્વારા તમામ ઢોરોને પકડવાની તજવીજ હાથ ધરી હતી. પહેલા દિવસે 52 જેટલા ઢોરોને પકડી નજીકની પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. કામરેજ ગ્રામ પંચાયતની આ કામગીરીને લઈને લોકોને રખડતા ઢોરની સમસ્યામાંથી થોડી રાહત મળી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">