Gandhinagar News : માલ અને સેવા સુધારા અને નશાબંધી સુધારા વિધેયક પર ગૃહમાં થશે ચર્ચા, જુઓ Video

|

Aug 22, 2024 | 11:21 AM

ગુજરાત વિધાનસભાના ચોમાસુસત્રનો આજે બીજો દિવસ છે. ટૂંકી મુદ્દતના પ્રશ્નોથી સત્રની શરુઆત થઈ હતી. આજે પણ વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચા થશે. કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા તાજેતરના પ્રશ્નોની ચર્ચા કરશે. વિવિધ વિભાગોના અહેવાલો અને હિસાબો રજૂ કરવામાં આવશે.

ગુજરાત વિધાનસભાના ચોમાસુસત્રનો આજે બીજો દિવસ છે. ટૂંકી મુદ્દતના પ્રશ્નોથી સત્રની શરુઆત થઈ હતી. આજે પણ વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચા થશે. કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા તાજેતરના પ્રશ્નોની ચર્ચા કરશે. વિવિધ વિભાગોના અહેવાલો અને હિસાબો રજૂ કરવામાં આવશે. આજે માલ અને સેવા સુધારા વિધેયક તથા નશાબંધી સુધારા વિધેયક પર ચર્ચા થશે.

આણંદમાં આગમાં ચાર ફાયરમેન દાઝી જવાની ઘટનાની પણ ચર્ચા થશે. ત્રણ અલગ અલગ વિધાનસભા સમિતિના અહેવાલ રજૂ થશે. પ્રવાસન પ્રધાન મુળુ બેરા પણ ગૃહ ચર્ચા કરશે. ગૃહમાં 60 મિનીટ સુધી ચર્ચા ચાલશે. આવતીકાલે ગૃહમાં બે સરકારી વિધયેક રજૂ કરવામાં આવશે. જાહેર હિસાબ સમિતિ તથા પંચાયતની રાજ સમિતિની ખાલી પડેલી જગ્યા બાબતે અધ્યક્ષ જાહેરાત કરી છે.

 

Published On - 11:21 am, Thu, 22 August 24

Next Video