Dang : સાપુતારા હિલ સ્ટેશનમાં 90 વર્ષીય દાદીનો ગજબ Video, પરફેક્ટ બેલેન્સ કરી Segway રાઈડ કરતા જોવા મળ્યા
Trending : સાપુતારા ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે, જ્યાં સાગવે રાઈડ જેવા આધુનિક સાહસિક અનુભવ માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે. ત્યારે અહીં પ્રવાસે આવેલા એક દાદી સૌ માટે પ્રેરણારુપ સાબિત થયા છે. લોકો જ્યારે Segway રાઈડ કરતા ડરતા હોય છે.
ગુજરાતનો ડાંગ જિલ્લો સૌંદર્યથી ભરપુર છે. ડાંગમાં આવેલા સાપુતારા હિલ સ્ટેશનમાં તાજેતરમાં એક અનોખુ દ્રશ્ય જોવા મળ્યુ છે. 90 વર્ષીય એક વૃદ્ધ મહિલા સાગવે (Segway) રાઈડ કરતી જોવા મળી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આટલી મોટી ઊંમરે પણ દાદીનો ઉત્સાહ અને હિંમત જોઇને લોકો ચકિત થઇ ગયા.
સાપુતારા ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે, જ્યાં સાગવે રાઈડ જેવા આધુનિક સાહસિક અનુભવ માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે. ત્યારે અહીં પ્રવાસે આવેલા એક દાદી સૌ માટે પ્રેરણારુપ સાબિત થયા છે. લોકો જ્યારે Segway રાઈડ કરતા ડરતા હોય છે અને હિંમત ભેગી કરતા હોય છે, ત્યારે વીડિયોમાં દેખાતા આ દાદીનો આત્મવિશ્વાસ અને જીવનને આનંદથી જીવવાનો આ અભિગમ દરેક માટે પ્રેરણારૂપ છે.
વિડિયોમાં જોવા મળે છે કે દાદી સાડી પહેરીને સાગવે પર ઊભી છે. તેઓ સંપૂર્ણ સંતુલન સાથે રાઈડનો આનંદ માણી રહ્યા છે.જેમ જેમ સાગવે રાઈડ આગળ વધે છે, આસપાસના પ્રવાસીઓ આશ્ચર્યથી તેમને જોઈ રહ્યા છે. કેટલાક લોકો તેમના માટે હાથ તાળી પણ પાડી રહ્યા છે. દાદી નિર્ભયતા સાથે સાગવે ચલાવી રહ્યા છે. તેમના ચહેરા પર આનંદ છલકાઈ રહ્યો છે. તેઓ એક હાથ હલાવીને પર્યટકોના સમર્થન માટે આભાર વ્યક્ત કરે છે. વિડિયોના અંત ભાગમાં, દાદીની હિંમત જોઈને અન્ય પ્રવાસીઓ પણ ખુશ થઈ જાય છે.
આ વીડિયો વાયરલ થયા બાદ લોકો વૃદ્ધ મહિલાની હિંમત અને ઉત્સાહની પ્રશંસા કરી રહ્યા છે. સાપુતારા હિલ સ્ટેશન જેવી ટૂરિસ્ટ જગ્યા પર આવા રોમાંચક દ્રશ્યો જોવા મળે, તે ખરેખર પ્રેરણારૂપ છે.90 વર્ષીય દાદીની સાગવે રાઈડ એ સાબિત કરે છે કે ઉંમર માત્ર એક સંખ્યા છે, જો મન માં ઉત્સાહ હોય તો કંઈપણ શક્ય છે!