Breaking News : ડાકોરના રણછોડરાયના ભક્તો માટે ખુશખબર! મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા

| Edited By: | Updated on: Mar 18, 2026 | 2:36 PM

ખેડા જિલ્લાના ડાકોરમાં આવેલા પ્રખ્યાત રણછોડરાય મંદિર ના ભક્તો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. હવે શ્રદ્ધાળુઓ પોતાનાં હાથે મંદિરના શિખર પર ધજા ચડાવવાની સુવિધા મેળવી શકશે, જે અત્યાર સુધી માત્ર મંદિરના કર્મચારીઓ દ્વારા જ કરવામાં આવતી હતી.

ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલું ભગવાન કૃષ્ણનું એક અત્યંત પવિત્ર અને ઐતિહાસિક તીર્થધામ છે. આ મંદિર તેના ભવ્ય સ્થાપત્ય અને ભક્ત બોડાણાની અતૂટ શ્રદ્ધાની કથા માટે જાણીતું છે. અહીં રોજ હજારોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે. હવે મંદિર તરફથી ભક્તો માટે એક સાર સમાચાર આપવામાં આવ્યા છે. હવે અહીં ભક્તો મંદિરના શિખર પર જાતે જ ધજા ચઢાવી શકશે.

ખેડા જિલ્લાના ડાકોરમાં આવેલા પ્રખ્યાત રણછોડરાય મંદિર ના ભક્તો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. હવે શ્રદ્ધાળુઓ પોતાનાં હાથે મંદિરના શિખર પર ધજા ચડાવવાની સુવિધા મેળવી શકશે, જે અત્યાર સુધી માત્ર મંદિરના કર્મચારીઓ દ્વારા જ કરવામાં આવતી હતી.નવી વ્યવસ્થા મુજબ, અંબાજી મંદિરની જેમ ડાકોરમાં પણ દોરડા અને ગરગડી (પુલી સિસ્ટમ) દ્વારા ભક્તો જમીન પરથી જ સરળતાથી શિખર પર ધજા ચડાવી શકશે. આ બદલાવથી ભક્તોની વર્ષોથી રહેલી ઇચ્છા હવે પૂર્ણ થવા જઈ રહી છે.

મંદિરના સોનાના શિખર પર આ નવી વ્યવસ્થા ઉભી કરવા માટેનું કામ હાલ તેજ ગતિએ ચાલી રહ્યું છે. ખાસ કરીને, ઘણા શ્રદ્ધાળુઓ પોતાની માન્યતા અને બાધા તરીકે શિખર પર ધજા ચડાવવાનું મહત્વ ધરાવે છે, જેને હવે વધુ સરળ અને સુલભ બનાવવામાં આવી રહ્યું છે. આ પહેલથી ડાકોરમાં આવનારા ભક્તોને વધુ આધ્યાત્મિક સંતોષ મળશે અને મંદિર વ્યવસ્થામાં પણ એક નવી સુવિધાનો ઉમેરો થશે.

આ પણ વાંચો-Breaking News : ચેતજો નહીં તો પસ્તાશો! ખાવા જશો ને બીમારી લઈ આવશો, અમદાવાદના કેફેમાં માખી ફ્રાય કરીને પીરસાઈ

Follow Us