Dahod Video : વિદ્યાર્થીનીઓ પર અત્યાચારની વધુ એક ઘટના, દાહોદની ઉ.બુનિયાદી કન્યા વિદ્યાલયનો વીડિયો વાયરલ

Dahod Video : વિદ્યાર્થીનીઓ પર અત્યાચારની વધુ એક ઘટના, દાહોદની ઉ.બુનિયાદી કન્યા વિદ્યાલયનો વીડિયો વાયરલ

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2023 | 5:41 PM

વિદ્યાર્થિનીઓનો આરોપ છે કે આચાર્ય ટીના જૈન દ્વારા તેમને માનસિક ત્રાસ આપવામાં આવે છે. વાયરલ વીડિયોમાં વિદ્યાર્થિનીઓ રડતાં-રડતાં પોતાના પર થયેલા અત્યાચારને વર્ણવતી જોવા મળે છે. ઘટનાને લઈ BTP, BTTS દ્વારા આચાર્ય વિરૂદ્ધ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. BTPના ગુજરાત પ્રદેશ પ્રમુખ દેવેન્દ્ર મેડાની ઉપસ્થિતિમાં કલેક્ટરને આવેદનપત્ર અપાયું છે. જોકે વાયરલ વીડિયો અંગે TV9 કોઈ પુષ્ટિ નથી કરતું.

Dahod : રાજ્યમાં વિદ્યાર્થિનીઓ પર અત્યાચારની વધુ એક ઘટના દાહોદમાં સામે આવી છે. વિદ્યાર્થિનીઓનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ આચાર્ય પર માનસિક અત્યાચારનો આરોપ લગાવી રહી છે. ઘટના દાહોદની ઉત્તર બુનિયાદી કન્યા વિદ્યાલયની હોવાનું જાણવા મળ્યું છે. વિદ્યાર્થિનીઓનો આરોપ છે કે આચાર્ય ટીના જૈન દ્વારા તેમને માનસિક ત્રાસ આપવામાં આવે છે.

આ પણ વાંચો Dahod : દારૂના નશામાં કાર ચાલકે સર્જ્યો અકસ્માત, મહિલા અને બાળક ઇજાગ્રસ્ત, જુઓ Video

વાયરલ વીડિયોમાં વિદ્યાર્થિનીઓ રડતાં-રડતાં પોતાના પર થયેલા અત્યાચારને વર્ણવતી જોવા મળે છે. ઘટનાને લઈ BTP, BTTS દ્વારા આચાર્ય વિરૂદ્ધ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. BTPના ગુજરાત પ્રદેશ પ્રમુખ દેવેન્દ્ર મેડાની ઉપસ્થિતિમાં કલેક્ટરને આવેદનપત્ર અપાયું છે. જોકે વાયરલ વીડિયો અંગે TV9 કોઈ પુષ્ટિ નથી કરતું.

દાહોદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 26, 2023 05:38 PM
g clip-path="url(#clip0_868_265)">