Padara Rain : પાદરાના ડબકા ગામે નદીના પાણી ફરી વળ્યા, ફસાયેલા 4 લોકોને બચાવાયા, જુઓ Video
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં બારે મેઘ ખાંગા છે. જ્યાં વડોદરાના પાદરાના ડબકા ગામે ફસાયેલા લોકોને બચાવવાયા છે. ડબકા ગામના લાભા વિસ્તારમાં 4 લોકો ફસાયા છે. જેમાં એક વૃદ્ધા અને મહિલા સહિત 4 લોકો ફસાયા હતા. જેમને સ્થાનિક તરવૈયા અને પોલીસની મદદથી તમામ લોકોને બચાવાયા છે. આરોગ્ય વિભાગની ટીમે તમામનું ચેકઅપ કરીને જરુરી દાવાઓ આપી છે.
Rain : હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં બારે મેઘ ખાંગા છે. જ્યાં વડોદરાના પાદરાના ડબકા ગામે ફસાયેલા લોકોને બચાવવાયા છે. ડબકા ગામના લાભા વિસ્તારમાં 4 લોકો ફસાયા છે. જેમાં એક વૃદ્ધા અને મહિલા સહિત 4 લોકો ફસાયા હતા. જેમને સ્થાનિક તરવૈયા અને પોલીસની મદદથી તમામ લોકોને બચાવાયા છે.
આ પણ વાંચો : Rain Breaking: યુપીમાં વરસાદની આફત! રાજસ્થાન-ગુજરાતના આ જિલ્લામાં રેડ એલર્ટ, જાણો તમારા શહેરનું હવામાન અપડેટ
આરોગ્ય વિભાગની ટીમે તમામનું ચેકઅપ કરીને જરુરી દાવાઓ આપી છે. મહીસાગર નદીનું પાણી અચાનક સીમ વિસ્તારોમાં ફરી વળતા લોકો ફસાયા હતા. પોલીસ અને સ્થાનિક યુવકોએ બચાવકાર્ય હાથ ધર્યુ હતુ. હજુ પણ કેટલાક પશુઓ પાણીમાં ફસાયા હોવાની માહિતી મળે છે.
રાજ્યમાં ભારે વરસાદના કારણે તાપી નદીના રૌદ્ર સ્વરુપ ધારણ કર્યુ છે. જેના પગલે નાવડી ઓવારા પર આવેલા મંદિરમાં 3 લોકો ફસાયા હતા. મળતી માહિતી અનુસાર ગઈકાલ રાતથી મંદિરમાં પૂજારી સહિત અન્ય બે લોકો ફસાયા હતા. મંદિરમાં ફસાયેલા 3 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે. નદીમાં પાણીનો ભારે ફ્લો હોવાથી ફાયર દ્વારા ત્રણેયને રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે.