Ahmedabad: બહાર જમવાના શોખીનો થઇ જાઓ સાવધાન, રેસ્ટોરેન્ટમાં પીરસાયેલા ભોજનમાં નીકળ્યુ કઇક આવુ, બાળકને ભોજન ખવડાવતા જ હતા ને…

|

Feb 16, 2022 | 10:45 AM

પતિ-પત્ની પોતાના બાળકને લઇને આ હંગામા રેસ્ટોરેન્ટમાં સ્વાદિષ્ટ ભોજનની મજા માણવા ગયા હતા. જોકે અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલી હંગામાં રેસ્ટોરેન્ટમાં પરિવારને જમવા જવાનો કડવો અનુભવ થયો છે.

ગુજરાત (Gujarat)ના લોકો ખાવા પીવાના શોખીન હોય છે. ખાસ કરીને અમદાવાદ (Ahmedabad)ના લોકોની તો વાત જ અલગ છે. અમદાવાદીઓ બહાર જમવાના ખૂબ જ રસિયા હોય છે. જો કે તમે પણ આ રીતે બહાર જમવાના શોખીન છો તો સાવધાન થઇ જજો. અમદાવાદની રેસ્ટોરેન્ટ (Restaurant)માં ભોજનમાં ઇયળ નીકળવાનો કિસ્સો સામે આવ્યો છે.

અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલી હંગામાં રેસ્ટોરેન્ટમાં એક પરિવારને જમવા જવાનો કડવો અનુભવ થયો છે. પતિ-પત્ની પોતાના બાળકને લઇને આ હંગામા રેસ્ટોરેન્ટમાં સ્વાદિષ્ટ ભોજનની મજા માણવા ગયા હતા. રેસ્ટોરેન્ટમાં પરિવારને જમવા માટે સરસ મજાની થાળી પણ પીરસી દેવામાં આવી હતી. જો કે થાળીમાંથી ભોજનનો કોળિયો તે પોતાના બાળકને ખવડાવવા જ જતા હતા ત્યા પરિવારે જોયુ કે જમવામાં ઇયળ છે. આ જોઇને ગ્રાહક પરિવાર ખૂબ જ રોષે ભરાયો હતો. ગુસ્સે થયેલા ગ્રાહકે હોટલ માલિકને બોલાવીને પોતાનો રોષ ઠાલવ્યો હતો.

અમદાવાદમાં રેસ્ટોરેન્ટમાં ભોજનમાં નીકળેલી ઇયળનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે. જમવાની થાળીમાં ઈયળ નીકળતા ગ્રાહક ખૂબ જ ગુસ્સે થઇ ગયેલા હોવાનું વીડિયોમાં જોવા મળે છે. ગુસ્સે થયેલા ગ્રાહકે હોટલ માલિક સાથે બોલાચાલી કરી હતી. હોટલ માલિકે માફી માગવા છતા ગ્રાહક કઇપણ માનવા તૈયાર થયા ન હતા. ગ્રાહકે દલીલ કરતા કહ્યુ હતુ કે જો આ જમવાનું અમે ખાઈ ગયા હોત તો અને અમે બીમાર પડત તો તેની જવાબદારી કોણ લેતુ.

આ પણ વાંચો-

Surat : બજેટ મુદ્દે મનપાની ખાસ સામાન્ય સભા, પક્ષપલટુ 6 સભ્યોનો પહેલીવાર વિપક્ષથી થશે સામનો

આ પણ વાંચો-

Ambaji: 51 શક્તિપીઠ દર્શન પરિક્રમાનો આઠમો પાટોત્સવ યોજાયો, અંબાજીના માર્ગો પર માતાજીની પાલખી યાત્રા નીકળી

 

Published On - 10:00 am, Wed, 16 February 22

Next Video