ભારે વરસાદના કારણે ખેતરોમાં ઉભો પાક થયો બરબાદ, ખેડૂતોનો મોઢે આવેલ કોળિયો છિનવાયો, જુઓ Video

| Edited By: | Updated on: Sep 29, 2024 | 7:57 PM

રાજ્યમાં પાછોતરો વરસાદ ખેડૂતો પર આફત બનીને વરસ્યો છે. સર્વત્ર અનરાધાર વરસાદ વરસતા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. મહીસાગરના ખાનપુરના કાનેસર ગામમાં 400 એકરથી વધુનો ડાંગરનો પાક જમીનદોસ્ત થયો છે, તો બીજી તરફ બનાસકાંઠામાં પણ વરસાદ ખેડૂતો માટે ચિંતા લઈને આવ્યો છે.

વરસાદ વધુ પડ્યો હોય કે ઓછો અંતે ખેડૂતોને જ આર્થિક માર સહેન કરવો પડે છે. રાજ્યમાં પાછોતરો વરસાદ ખેડૂતો પર આફત બનીને વરસ્યો છે. સર્વત્ર અનરાધાર વરસાદ વરસતા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. મહીસાગરના ખાનપુરના કાનેસર ગામમાં 400 એકરથી વધુનો ડાંગરનો પાક જમીનદોસ્ત થયો છે, તો નવસારીમાં 70 હજાર હેક્ટરથી વધુ જમીનમાં ડાંગરના પાકને નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે.

બીજી તરફ બનાસકાંઠામાં પણ વરસાદ ખેડૂતો માટે ચિંતા લઈને આવ્યો છે. ખેડૂતોએ લાખો રૂપિયાના ખર્ચે કરેલા પપૈયાના છોડના વાવેતર પર પાણી ફરી વળ્યું છે, તો બાજરી, જુવાર સહિતના પાક આડા પડી જતાં ખેડૂતોને નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, તો સુરેન્દ્રનગરમાં ખેડૂતો માટે વરસાદ આફતરૂપી બન્યો છે. ધોધમાર વરસાદથી ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાયા છે. ભારે વરસાદથી કપાસના પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. વરસાદ બાદ ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.