Breaking News : ખોખરાની કુખ્યાત સેવન્થ ડે સ્કૂલ સામે ક્રાઈમ બ્રાન્ચ નોંધશે ફરિયાદ, પોલીસને હજી સુધી નથી મળ્યો PM રિપોર્ટ, જુઓ Video
અમદાવાદના સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થિની હત્યાના કેસમાં દિવસે દિવસે નવા ખુલાસા થઈ રહ્યા છે. સેવન્થ ડે સ્કૂલ સામે ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સેવન્થ ડે સ્કૂલ સામે ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદ નોંધશે.
અમદાવાદના સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થિની હત્યાના કેસમાં દિવસે દિવસે નવા ખુલાસા થઈ રહ્યા છે. સેવન્થ ડે સ્કૂલ સામે ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સેવન્થ ડે સ્કૂલ સામે ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદ નોંધશે. મળતી માહિતી અનુસાર ક્રાઈમ બ્રાન્ચે કોર્ટ પાસે ફરિયાદ નોંધવાની મંજૂરી માગ કરી છે.
સ્કૂલની બેદરકારી અંગે ક્રાઈમ બ્રાન્ચે સ્કૂલને આરોપી બનાવશે.સ્કૂલમાં પુરાવાના નાશ મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વાલીઓએ સ્કૂલ પર બેદરકારી દાખવવાનો આરોપ લગાવ્યો છે. વિદ્યાર્થીને સમયસર સારવાર માટે ખસેડ્યાનો આરોપ લગાવ્યા છે. વિદ્યાર્થીને સમયસર સારવાર માટે ન ખસેડ્યાનો આરોપ લગાવ્યો છે. લોહીના નિશાન પાણીથી ધોઈ પુરાવાનો નાશ કર્યાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે.
પોલીસને હજી સુધી નથી મળ્યો PM રિપોર્ટ
બીજી તરફ સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીના પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે. હજુ સુધી મૃતક વિદ્યાર્થીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો નથી. પોલીસને હજી સુધી PM રિપોર્ટ મળ્યો નથી. જેના પગલે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ત્યારે વિદ્યાર્થીના અંતિમ સંસ્કાર થઈ ગયા બાદ પણ PM રિપોર્ટની જોવાઈની રાહ જોવામાં આવી છે. તો બીજી તરફ વાલીઓમાં રોષનો માહોલ જોવા મળ્યો છે. ત્યારે મણિનગર સહિત આસપાસના વિસ્તારોમાં આવેલી શાળાઓમાં પણ રજાઓ જાહેર કરવામાં આવી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો