અમદાવાદમાં ડ્રગ્સનો કાળો કારોબાર પકડાયો : 35 લાખના MD ડ્રગ્સ સાથે દંપતીની ધરપકડ
ડ્રગ્સના કાળા કારોબાર સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. વાડજ વિસ્તારમાંથી પોલીસે દંપતીને 35 લાખની કિંમતનાં કુલ 357 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા. મહિલા રાજસ્થાનથી પોતાના મામાના દીકરા પાસેથી નશીલા પદાર્થની ખેપ લાવતી હતી.
અમદાવાદ શહેરમાં ડ્રગ્સની હેરાફેરીનો વધુ એક મોટો પર્દાફાશ થયો છે. વાડજ વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડીને એક દંપતીની ધરપકડ કરી છે અને તેમની પાસેથી ₹35 લાખની કિંમતનો 357 ગ્રામ એમ.ડી. (મેફોડ્રોન) ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે.
આ દંપતી વાડજની ખત કોલોનીમાં ભાડાના મકાનમાં રહેતું હતું. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે, આરોપી મહિલા રાજેશ્વરી રાજસ્થાનના સાંચોર ખાતે રહેતા તેના મામાના દીકરા પાસેથી ડ્રગ્સનો આ જથ્થો લાવી હતી. મહિલા આરોપીએ છેલ્લા ચાર મહિનામાં પાંચથી છ વખત ડ્રગ્સની ખેપ મારી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. મહિલાના મામાના દીકરાએ તેને ડ્રગ્સના વેચાણ માટે મનાવી હતી.
શહેરમાં વધતા નશાના રેકેટને ધ્યાને રાખીને ક્રાઈમ બ્રાંચે ઓપરેશન ચલાવી આ કાર્યવાહી હાથ ધરી હતી. હાલમાં દંપતીને રિમાન્ડ પર લઈ વધુ નેટવર્ક વિશે પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું છે કે આ પગલાંથી શહેરમાં ચાલતા ડ્રગ્સના ગોઠિયાં પર મોટી અસર પડશે અને આગળના દિવસોમાં વધુ ખુલાસાઓની શક્યતા છે.
ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

