સુરતમાં ખાડીઓ તરખાટ મચાવી રહી છે, બિલ્ડીંગોના પહેલા માળ સુધી પાણી ભરાયા, જુઓ વીડિયો
સુરત : દક્ષિણ ગુજરાતના મહાનગર સુરતમાં પાંચ-પાંચ ખાડીઓ તરખાટ મચાવી રહી છે. 2 ખાડીઓ ખતરાના નિશાન કરતા ઉપર વહી રહી છે. છેલ્લા પાંચ પાંચ દિવસથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.
સુરત : દક્ષિણ ગુજરાતના મહાનગર સુરતમાં પાંચ-પાંચ ખાડીઓ તરખાટ મચાવી રહી છે. 2 ખાડીઓ ખતરાના નિશાન કરતા ઉપર વહી રહી છે. છેલ્લા પાંચ પાંચ દિવસથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.જો કે તંત્ર માત્ર તબાહીનો તમાશો જોઇ રહ્યું હોય તેવી સ્થિતિ સ્થાનિકોમાં આક્રોશ છે ત્યારે સુરતમાં ખાડીઓ લોકોની મુશ્કેલી વધારી રહી છે.
સુરતમાં વરસાદે તો વિરામ લઇ લીધો છે પરંતુ આફત હજુ પણ તોળાઇ રહી છે કારણ કે સુરતની ખાડીઓ બેફામ થઇને વહી રહી છે.આસપાસના અનેક વિસ્તાર હાલ ખાડીના પાણીની ઝપેટમાં આવી ગયા છે. અનેક ઈમારતો 10થી 12 ફુટ પાણીમાં ગરકાવ થઇ છે.જી હા….એક માળ સુધી પાણી ભરાયા છે. આ સ્થિતિ છેલ્લા ચાર દિવસથી છે છતાં તંત્રના પેટનું પાણી હલી રહ્યું નથી.
સુરત મહાનગર પાલિકાની કામગીરી સામે પણ લોકોમાં ભારે આક્રોશ છે. ખાડીની સફાઇ કરવામાં આવી નથી જેના કારણે આ સ્થિતિ ઉભી થઇ છે એટલું જ નહીં દર વર્ષે સુરતના આ વિસ્તારોમાં ખાડીના પાણી ભારે કહેર મચાવે છે છતાં તંત્ર કોઇ નક્કર કાર્યવાહી કરતું નથી તેવો સ્થાનિક લોકોમાં આક્રોશ છે.