સીઆર પાટીલની જાહેરમાં કબૂલાત! હું મારા પત્નીથી ડરું છું, CMને ડરતાં જોયા છે
સીઆર પાટીલે વેરાવળમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્નીથી ડરતા હોવાનુ જાહેરમાં કહ્યુ હતુ. આગળ તેઓ ખુદ પણ પત્નીથી ડરતા હોવાની વાત કરી હતી. પ્રદેશ ભાજપ અધ્યક્ષે આ પહેલા માયાભાઈ આહિરથી વાતની શરુઆત કરીને માયાભાઈને ખડખડાટ હસાવી મુક્યા હતા અને બાદમાં સીએમને પત્નીથી ડરતા જોયા હોવાની વાત કરી હતી.
સામાન્ય રીતે રાજકારણમાં સિતારો ચમકતો હોય ત્યારે નેતાઓ એમ કહેતા જોવા મળતા હોય છે કે, તેઓ કોઈનાથી ડરતા નથી. જોકે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે જાહેર મંચ પરથી કબૂલાત કરી હતી કે, હું મારી પત્નિથી ડરું છું. પાટીલે પોતાની વાત કરતા અગાઉ માયાભાઈ આહિર અને ત્યારબાદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની પણ વાત કરી હતી. પાટીલે કહ્યુ તમારા સીએમને પણ ડરતા જોયા છે.
આ પણ વાંચોઃ નકલી દવાઓનો કારોબાર, સુરતના વિશાલ ગાંધી સહિત 4 સામે હિંમતનગર પોલીસે FIR નોંધી
પાટીલની વાતથી માયાભાઈ અને સીએમ ભૂપેન્દ્ર પટેલ ખડખડાટ હસી પડ્યા હતા. તો મંડપમાં બેઠેલા સૌ કોઈ પોતાનુ હસવુ રોકી શક્યા નહોતા. પાટીલે પત્નિને લઈ વાતની શરુઆત માયાભાઈથી કરી હતી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ ગીર સોમનાથ જીલ્લાના પ્રવાસે શનિવારે પહોંચ્યા હતા. જ્યાં એક હોસ્પિટલનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Nov 04, 2023 07:04 PM
Latest Videos