અમદાવાદમાં નવા 15 વિસ્તારો માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર, કુલ સંખ્યા 172 થઇ
અમદાવાદ શહેરમાં 134 ઘરોના 910 લોકોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે. અમદાવાદમાં માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા 172 થઈ છે.
અમદાવાદ(Ahmedabad)શહેરમાં વધુ 15 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ(micro containment) ઝોનમાં મુકાયા છે. જ્યારે 14 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયા છે. જેમાં ગોતાના વરટીસ ટાવરના 40 ઘરોના 142 લોકોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયા. જ્યારે દક્ષિણ ઝોનમાં આવેલા મણીનગરમાં કોરોનાનો(Corona) રાફડો ફાટ્યો છે.
આ ઉપરાંત થલતેજના વેસ્ટેન્ડ પાર્કના 30 ઘરોના 105 લોકોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયા છે. આ સાથે શહેરમાં 134 ઘરોના 910 લોકોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે. અમદાવાદમાં માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા 172 થઈ છે.
09 જાન્યુઆરીના રોજ કોરોનાના 6275 કેસ નોંધાયા
ગુજરાતમાં 09 જાન્યુઆરીના રોજ કોરોનાના 6275 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ વિકટ સ્થિતિ અમદાવાદ શહેરની છે. અમદાવાદ શહેર કોરોનાના 2487 નવા દર્દી મળ્યાં તો 396 દર્દીને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના કેસો 2000 થી ઉપર આવી રહ્યા છે.
જેના પગલે કોર્પોરેશને ટેસ્ટિંગની સંખ્યામાં પણ વધારો કર્યો છે. અમદાવાદ શહેરમાં દરરોજ કોરોનાના 14,000 જેટલા ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે.
અમદાવાદમાં 09 જાન્યુઆરીએ 2487 કેસ નોંધાયા
અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે જેમાં 01 જાન્યુઆરીએ 559, 02 જાન્યુઆરીએ 396, અને 03 જાન્યુઆરીએ 631 કેસ, 4 જાન્યુઆરીએ 1,290 કેસ અને 05 જાન્યુઆરીએ 1637, 06 જાન્યુઆરીએ 1835 , 07 જાન્યુઆરીએ 2281, 08 જાન્યુઆરીએ 2521અને 09 જાન્યુઆરીએ 2487 કેસ નોંધાયા છે. જેના પગલે આરોગ્ય વિભાગની ચિંતા વધી છે.
આ પણ વાંચો : અમદાવાદ જિલ્લાના 48 ગામના ખેડૂતોના સિંચાઇના પાણી માટે વલખાં, સરકારને પાણી છોડવા રજૂઆત
ગીર સોમનાથના તાલાલામાં મહિલા તલાટીએ ખેડૂત સાથે કર્યું ગેરવર્તણૂક
મ્યાનમારમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાની MLA કેતન ઈનામદારે કરી માગ
નર્મદામાં 75 લાખના તોડકાંડમાં સૌથી મોટો ખુલાસો
ધીમી કામગીરીથી કંટાળ્યા સ્થાનિકો, ચક્કાજામ કરવાની ઉચ્ચારી ચીમકી
