અમદાવાદ જિલ્લાના 48 ગામના ખેડૂતોના સિંચાઇના પાણી માટે વલખાં, સરકારને પાણી છોડવા રજૂઆત
વિરમગામ તાલુકાના 31 ગામ, સાણંદના 9 અને બાવળાના 8 ગામોમાં સિંચાઈના પાણીની માગ છે.. આ જ મુદ્દે અગાઉ 2017માં ખેડૂતોએ ઉગ્ર આંદોલન પણ કર્યું હતું.
અમદાવાદ(Ahmedabad)જિલ્લાના વિરમગામ,(Viramgam)સાણંદ અને બાવળાના કુલ 48 ગામના સિંચાઇના (Irrgation) પ્રશ્નોને લઇને ખેડૂતોની(Farmers)બેઠક યોજાઈ હતી. જેમાં નળસરોવર(Nalsarovar)ખાતે ખેડૂતો સાથે ભાજપા સમર્થક મંચના નેજા હેઠળ બેઠક મળી હતી. વિરમગામ પાસે સૌરાષ્ટ્ર શાખાની નર્મદાની મેઇન કેનાલમાંથી ઘોડા ફીડર કેનાલમાં સિંચાઇનું પાણી છોડવા સરકારને રજૂઆત કરાઈ રહી છે.
વિરમગામ તાલુકાના 31 ગામ, સાણંદના 9 અને બાવળાના 8 ગામોમાં સિંચાઈના પાણીની માગ છે.. આ જ મુદ્દે અગાઉ 2017માં ખેડૂતોએ ઉગ્ર આંદોલન પણ કર્યું હતું.. જો કે, હજુ સુધી તેનું કોઈ નિરાકરણ આવ્યું નથી.. ત્યારે ફરી મોટી સંખ્યામાં ખેડૂતોએ હાજર રહી, સરકારને સિંચાઈના પાણી માટે રજૂઆત કરી છે.
આ પણ વાંચો : Porbandar : કોસ્ટ ગાર્ડે પાકિસ્તાની માછીમારી બોટ ઝડપી, 10 ક્રૂની તપાસ શરૂ કરી
આ પણ વાંચો : Gir Somnath : કોરોના મહામારી વચ્ચે મેરેથોન, આયોજકો વિરૂદ્ધ ગુનો દાખલ કરાયો