અમદાવાદમાં કોરોનાના નવા 269 કેસો, 10 નવા વિસ્તાર માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં ઉમેરાયા

અમદાવાદમાં કોરોનાના નવા 269 કેસો, 10 નવા વિસ્તાર માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં ઉમેરાયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2021 | 10:24 PM

અમદાવાદમા સાયન્સ સિટીના વ્હોલ ડીવાઇન હાઇલેન્ડના 75 ઘરોના 262 લોકોને માઈક્રો કન્ટેઇનમેન્ટમાં મુકાયા છે. સૌથી વધુ દક્ષિણ પશ્ચિમ ઝોનના 7 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે.

અમદાવાદ શહેરમાં 30 ડિસેમ્બરના રોજ કોરોનાના નવા 269 કેસ નોંધાયા છે. જેમાં સતત બીજા દિવસે અમદાવાદ શહેરમાં કોરોનાના 200 થી વધી કેસ નોંધાતા આરોગ્યતંત્ર હરકતમાં આવ્યું છે. તેમજ એએમસી દ્વારા અમદાવાદ શહેરના વધુ 10 વિસ્તારને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે.

દક્ષિણ પશ્ચિમ ઝોનના 7 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા

જેમાં સૌથી વધુ સાયન્સ સિટીના વ્હોલ ડીવાઇન હાઇલેન્ડના 75 ઘરોના 262 લોકોને માઈક્રો કન્ટેઇનમેન્ટમાં મુકાયા છે. સૌથી વધુ દક્ષિણ પશ્ચિમ ઝોનના 7 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે.જેમાં મકરબા, સેટેલાઇટ, સાયન્સ સીટી, જોધપુરમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનનો ઉમેરો કરાયો છે. વસ્ત્રાપુરના કાસા વ્યોમા ફ્લેટના 36 ઘરોના 114 લોકોને માઈક્રો કન્ટેઇનમેન્ટમાં મુકાયા. તો મકરબાના જલદીપ આઇકોનના 28 ઘરોના 118 લોકોને માઈક્રો કન્ટેઇનમેન્ટમાં મુકાયા છે પશ્ચિમ ઝોનમાં 3 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે.

શહેરમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારની સંખ્યા વધીને 21 થઈ

નવરંગપુરા, નારણપુરા અને ચાંદખેડાના વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે. આ સાથે શહેરમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારની સંખ્યા વધીને 21 થઈ છે.

જેમાં અમદાવાદ શહેરમાં  છેલ્લા નવ દિવસમાં કોરોનાના 1572 જેટલા કેસ નોંધાયા છે. જેમાં 22 ડિસેમ્બરના રોજ 25 કેસ, 23 ડિસેમ્બરના રોજ 43, 24 ડિસેમ્બરના રોજ 32 25 ડિસેમ્બરના રોજ 62, 26 ડિસેમ્બરના રોજ 52, 27 ડિસેમ્બરના રોજ 98, 28 ડિસેમ્બરના રોજ 178, 29 ડિસેમ્બરના રોજ 265 કેસ, અને 30 ડિસેમ્બરના રોજ 269 કેસ નોંધાયા છે. જેના પગલે આરોગ્ય વિભાગની ચિંતા વધી છે.

આ પણ વાંચો : ગુજરાતના 8 મહાનગરોમાં રાત્રી કરફ્યૂ સહિતના પ્રતિબંધો 7 જાન્યુઆરી સુધી લંબાવાયા

આ પણ વાંચો : અમદાવાદમાં નવા વર્ષની ઉજવણીને પગલે પોલીસ સતર્ક, ધડયો આ એકશન પ્લાન

Published on: Dec 30, 2021 10:14 PM
g clip-path="url(#clip0_868_265)">