ગુજરાતના 8 મહાનગરોમાં રાત્રી કરફ્યૂ સહિતના પ્રતિબંધો 7 જાન્યુઆરી સુધી લંબાવાયા

છેલ્લા થોડા દિવસથી રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. જેને લઈને સરકાર દ્વારા ધીરે ધીરે નિયંત્રણ લાગુ કરવામાં આવી રહ્યા છે. સાવચેતીના ભાગરૂપે જ સરકાર દ્વારા રાજ્યના 8 મહાનગરમાં રાત્રી કર્ફ્યૂ 7 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2021 | 9:26 PM

આરોગ્ય પ્રધાન (Minister of Health) ઋષિકેશ પટેલે (Rishikesh Patel) મીડિયા સમક્ષ જણાવ્યું કે રાજ્યના 8 મહાનગરમાં હાલના રાત્રી કર્ફ્યૂ સહિતની કોરોના (Corona) સંક્રમણ નિયંત્રણ SOPનો અમલ આગામી તારીખ 7 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યો છે.

બેઠકમાં કરી સમીક્ષા

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ની અધ્યક્ષતામાં આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી તેમજ મુખ્ય સચિવ પંકજકુમાર, મુખ્યપ્રધાનના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર સહિતના વરિષ્ઠ સચિવોની ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાજ્યમાં કોરોના-ઓમિક્રોનની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં કોરોનાની સ્થિતિ અને રાત્રી કરફ્યૂ સહિતની સમીક્ષા કરવામાં આવી હતી.

સાવચેતી રૂપે નિયંત્રણો લાદ્યા

છેલ્લા થોડા દિવસથી રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો નોંધાતો જઈ રહ્યો છે. જેને લઈને સરકાર દ્વારા ધીરે ધીરે નિયંત્રણ લાગુ કરવામાં આવી રહ્યા છે. સાવચેતીના ભાગરૂપે જ સરકાર દ્વારા રાજ્યના 8 મહાનગરમાં રાત્રી કર્ફ્યૂ 7 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યો છે.

ઓમિક્રોન દર્દીઓમાં હળવા લક્ષણો

આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે ઉમેર્યું કે રાજ્યમાં કોવિડ-19 અંતર્ગત ઓમિક્રોનના જે કેસો નોંધાયા છે, તે તમામ કેસોમાં હળવા લક્ષણો જોવા મળી રહ્યા છે. તેમને અગમચેતીના ભાગરૂપે દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. જેનું માત્રને માત્ર કારણ ગુજરાતમાં જે રસીકરણનું અભિયાન હાથ ધરાયું અને નાગરિકોને સુરક્ષિત કરાયા છે તેને આભારી છે. તેમણે ઉમેર્યું કે કોરોનાની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લઈને 1 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર 2021 સુધીમાં 18,96,458 રેપિડ તથા RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા છે.

મહત્વનું છે કે આરોગ્ય પ્રધાને ગુજરાતમાં કોરોના રસીકરણની વિગતો આપતા જણાવ્યું હતુ કે, સમગ્ર રાજ્યમાં 29 ડિસેમ્બર 2021 સુધી રાજ્યમાં 4,68,06,170 (94.9%) લાભાર્થીઓને પ્રથમ ડોઝ તથા 4,22,21,731 લાભાર્થીઓને બીજો ડોઝ મળી કુલ 8.90 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં પ્રતિ દસ લાખ બે ડોઝના લાભાર્થીએ 9,02,746 રસીના ડોઝ આપવામાં આવેલ છે, જેમાં દેશમાં મોટા રાજ્યોમાં ગુજરાત અગ્રેસરનું સ્થાન ધરાવે છે.

 

આ પણ વાંચોઃ Vibrant Gujarat Summit 2022 : કોરોનાની વકરતી સ્થિતિ વચ્ચે સરકાર સમિટ યોજવા અડગ

આ પણ વાંચોઃ Surat : એક દિવસ બંધ રાખવાથી સુરતની ટેક્સ્ટાઈલ માર્કેટોને 150 કરોડનું નુકશાન, છતાં લડત આપવા વેપારીઓ કટિબદ્ધ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">