ખોટા બહાના ભારે પડ્યા! વધુ 4 તાલીમાર્થી PSI એ રજા માટે ગોલમાલ કરતાં નોકરી ગુમાવી

કરાઈ પોલીસ એકેડમીમાંથી રજા મેળવવા માટે 5 તાલીમાર્થી PSIના બહાના ખોટા હોવાનું સામે આવતા ફરજમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. રજા મેળવવા માટે થઈને કોઈએ જીવતે જીવ જ દાદીમાં ગુજરી ગયા હોવાના અને લગ્ન હોવાનું બહાનું બનાવીને રજા મેળવવા ખોટી કંકોત્રી છપાવીને રજૂ કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 11, 2024 | 2:21 PM

પહેલા એક તાલીમાર્થી PSIની ખોટી રજાનો મામલો સામે આવ્યો હતો. જેમાં મુન્ના આલ નામના તાલીમાર્થી PSIની સામે ગુનો દાખલ કરાયો હતો અને તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન હવે વધુ 4 તાલીમાર્થી PSIએ પણ ખોટી રજાઓ મેળવી હોવાનું સામે આવ્યુ છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના સૌથી વધુ ત્રણ તાલીમાર્થી PSI હોવાનું ખુલ્યુ છે. જ્યારે સુરત અને મોરબીના એક એક તાલીમાર્થી PSI હોવાનું સામે આવ્યુ છે.

આ પણ વાંચો:  મહેસાણાઃ HSRP નકલી નંબર પ્લેટ તૈયાર કરવાનું કૌભાંડ! SOG એ મોટા જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપ્યો

દાદીમાં ગુજરી ગયા હોવાનું ખોટું બહાનું દાદી જીવતા હોવા છતાં રજૂ કરવામાં આવ્યુ હતુ. જ્યારે અન્ય કિસ્સામાં તો લગ્નની ખોટી કંકોત્રી છપાવીને રજૂ કરી હતી. આમ ખોટા બહાના રજૂ કરીને તાલીમમાંથી રજા મેળવવામાં આવી હતી. જેને લઈ પોલીસ એકેડમીના પ્રિન્સિપાલે પાંચેય તાલીમાર્થી PSIને સસ્પેન્ડ કરી દીધા છે. આ પ્રકારની કાર્યવાહી એકેડમીના ઇતિહાસમાં પ્રથમવાર કરવામાં આવી છે.

આ પાંચ તાલીમાર્થી PSI સામે કાર્યવાહી

  1. કમલેશકુમાર તલાભાઇ સુથાર, ચેસ્ટ નંબર. 292, રહે રુણી, તાલુકો ભાભર, જિ. બનાસકાંઠા
  2. માદેવભાઈ અચળાભાઈ પટેલ,ચેસ્ટ નંબર. 254, રહે મુ.પો.શેરાઉ, તા.-થરાદ, જિ. બનાસકાંઠા
  3. દેવલબેન વજુભાઇ દેવમુરારી, ચેસ્ટ નંબર. 272, રહે 202-203, ચામુંડાનગર સોસાયટી, સીતાનગર ચોક, સુરત
  4. હરેશદાન અશોકદાન ટાપરીયા,ચેસ્ટ નંબર. 231, રહે ગ્રીન પાર્ક સોસાયટી, વૈજનાથ મંદિર પાસે, તાલુકો હળવદ, જિ. મોરબી
  5. મુન્ના હમીરભાઈ આલ, રહે સાગરા, તા. પાલનપુર, જિ. બનાસકાંઠા

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
અંબાજીમાં દારુડીયાઓનો ત્રાસ વધ્યો, પોલીસે શરુ કરી કાર્યવાહી
અંબાજીમાં દારુડીયાઓનો ત્રાસ વધ્યો, પોલીસે શરુ કરી કાર્યવાહી
બનાસકાંઠાના વડગામમાં વીજળી પડતા ખેતરમાં યુવાનનું મોત
બનાસકાંઠાના વડગામમાં વીજળી પડતા ખેતરમાં યુવાનનું મોત
માવઠું થતા બહુમાળી ભવન પાસે એક સાથે 3 વાહન સ્લીપ થયા
માવઠું થતા બહુમાળી ભવન પાસે એક સાથે 3 વાહન સ્લીપ થયા
જામનગર એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો અપાયો દરજ્જો
જામનગર એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો અપાયો દરજ્જો
રાધનપુર માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલ ખેતી પાક કમોસમી વરસાદમાં પલળ્યો
રાધનપુર માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલ ખેતી પાક કમોસમી વરસાદમાં પલળ્યો
Ahmedabad: માંડલના નાના ઉભડા ગામે કૃષ્ણ મંદિરમાં લાખો રુપિયાની ચોરી
Ahmedabad: માંડલના નાના ઉભડા ગામે કૃષ્ણ મંદિરમાં લાખો રુપિયાની ચોરી
મહેસાણા જિલ્લામાં માવઠાને લઈ ખેડૂતોમાં ચિંતા, ઊંઝામાં ધીમી ધારે વરસાદ
મહેસાણા જિલ્લામાં માવઠાને લઈ ખેડૂતોમાં ચિંતા, ઊંઝામાં ધીમી ધારે વરસાદ
બલ્ગેરિયન યુવતી દુષ્કર્મ કેસ : પોલીસે 700 પાનાનો અહેવાલ રજૂ કર્યો
બલ્ગેરિયન યુવતી દુષ્કર્મ કેસ : પોલીસે 700 પાનાનો અહેવાલ રજૂ કર્યો
દેવભૂમિ દ્વારકામાં ભારે પવન સાથે વરસાદ લગ્નના મંડપ ધરાશાયી, જુઓ
દેવભૂમિ દ્વારકામાં ભારે પવન સાથે વરસાદ લગ્નના મંડપ ધરાશાયી, જુઓ
યાત્રાધામ અંબાજી સહિત બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ
યાત્રાધામ અંબાજી સહિત બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ
g clip-path="url(#clip0_868_265)">