Gujarat માં આદિવાસી પ્રમાણપત્રને લઇને વિસંગતતા, કોંગ્રેસે બેઠકમાંથી વોક આઉટ કર્યું

આદિવાસી વિકાસ પ્રધાનની અધ્યક્ષતામાં ધારાસભ્યો અને સાંસદોની બેઠકમાં સાચા આદિવાસી લડત સમિતિના સભ્યોને હાજર ન રખાતા કોંગ્રેસે વિરોધ કર્યો અને બેઠકમાંથી નીકળી ગયા હતા

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 25, 2022 | 6:29 PM

ગુજરાતમાં (Gujarat)આદિવાસી પ્રમાણપત્રની (Tribal Certificate) વિસંગતતાને મુદ્દે ફરી રાજનીતિ ગરમાઈ છે. જેમાં આદિવાસી વિકાસ પ્રધાનની અધ્યક્ષતામાં ધારાસભ્યો અને સાંસદોની બેઠકમાં સાચા આદિવાસી લડત સમિતિના સભ્યોને હાજર ન રખાતા કોંગ્રેસે (Congress)વિરોધ કર્યો અને બેઠકમાંથી નીકળી ગયા હતા. જો કે બેઠકમાં પ્રમાણપત્રને લઈને હવે કોઈ મુશ્કેલી નહીં રહે તેવી પ્રધાન નરેશ પટેલે ખાતરી આપી. તેમણે કહ્યું કે, 2020માં જાતિ અંગેના પ્રમાણપત્ર માટેના નિયમો બન્યા હતા તેમજ ખોટા આદિવાસીને પ્રમાણપત્ર ના મળવા જોઈએ. જેમાં રાજયના 14 જિલ્લામાં આદિવાસીઓને મુશ્કેલીઓ પડતી હતી. જેમા માત્ર નોકરી જ નહીં, પરંતુ સહાય માટે પણ મુશ્કેલી હતી.. જો કે, 25 ઓક્ટોબરે જાહેરનામું બહાર પડાયું હતું..

જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને સાથે રાખી સમાજ માટે સાચા આદિવાસીઓ માટે ચર્ચા કરી છે.. પ્રધાને ખાતરી આપી છે કે, 14 જિલ્લામાં સાચા આદિવાસીઓ પુરાવા રજૂ કરશે તો પ્રમાણપત્ર મળશે.

આ પણ વાંચો : Vaccination : AMC નું બાળકો માટે રસી લો, સ્કૂલ બેગ લઇ જાઓ અભિયાન

આ પણ વાંચો : કોરોના કાળમાં સૌરાષ્ટ્ર ઝોનની 1500થી વધુ શાળાઓમાં થશે ફી વધારો, FRCએ 5 થી 10 ટકા સુધીનો વધારો મંજૂર કર્યો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">