Vaccination : AMC નું બાળકો માટે રસી લો, સ્કૂલ બેગ લઇ જાઓ અભિયાન
એમસીએ બાળકો માટે 'રસી લો, સ્કૂલ બેગ લઇ જાઓ' અભિયાન શરૂ કર્યું છે. જેમાં હાલ શાળાઓમાં કેમ્પ કરીને રસી આપવાનું કામ મહદઅંશે પૂર્ણ કરી લેવામાં આવ્યું છે.
ગુજરાતમાં(Gujarat) 15 થી 18 વર્ષના બાળકો માટે કોરોના રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. જેમાં અમદાવાદ (Ahmedabad) શહેરમાં પણ બાળકો માટે કોરોના રસીકરણનો(Children Vaccination) લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે અનેરું અભિયાન શરૂ કરવામાં આવ્યું છ. જેમાં અમદાવાદ કોર્પોરેશને બાળકોને રસી માટે પ્રોત્સાહિત કરવા માતે સ્કૂલ બેગ આપવાનું અભિયાન શરૂ કર્યું છે. જેમાં એમસીએ બાળકો માટે ‘રસી લો, સ્કૂલ બેગ લઇ જાઓ’ અભિયાન શરૂ કર્યું છે. જેમાં હાલ શાળાઓમાં કેમ્પ કરીને રસી આપવાનું કામ મહદઅંશે પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. તેમજ હવે બાકી રહેલા 15 થી 18 વર્ષના બાળકોની ઝડપી રસીકરણ થાય તે માટે એએમસીએ રસી લેનારા બાળકોને ગોફટ તરીકે સ્કૂલ બેગ આપવાની શરૂઆત કરી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પણ સમગ્ર દેશની સાથે 15 થી 18 વર્ષના બાળકોને કોરોનાથીરક્ષણ માટે કોરોના વેક્સિન આપવાની શરૂઆત 03 જાન્યુઆરીથી શરૂ કર્યું છે. જો કે રાજયના ત્રીજી લહેરની દહેશત વચ્ચે આરોગ્ય વિભાગે શિક્ષણ વિભાગ સાથે સંકલન કરીને 15 થી 18 વર્ષના બાળકોને ઝડપથી રસીનો પ્રથમ ડોઝ કેવી રીતે આપી શકાય તે માટે રોડમેપ તૈયાર કર્યો છે. જેની માટે સરકારે 15થી 18 વર્ષની વયના બાળકોનો ડેટા તૈયાર કરી દીધો છે. આ અંગે આરોગ્ય કમિશનરના જણાવ્યા અનુસાર આ વયજૂથના મોટાભાગનાં બાળકો સ્કૂલ જતાં હોય છે. જેના પગલે ઝડપી વેક્સિનેશન માટે સ્કૂલોમાં પણ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : કોરોના કાળમાં સૌરાષ્ટ્ર ઝોનની 1500થી વધુ શાળાઓમાં થશે ફી વધારો, FRCએ 5 થી 10 ટકા સુધીનો વધારો મંજૂર કર્યો