કોરોના કાળમાં સૌરાષ્ટ્ર ઝોનની 1500થી વધુ શાળાઓમાં થશે ફી વધારો, FRCએ 5 થી 10 ટકા સુધીનો વધારો મંજૂર કર્યો

કોરોના કાળમાં સૌરાષ્ટ્ર ઝોનની 1500થી વધુ શાળાઓમાં થશે ફી વધારો, FRCએ 5 થી  10  ટકા સુધીનો વધારો મંજૂર કર્યો
symbolic image

રાજ્યમાં એક તરફ કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો છે. ત્રીજી લહેરને કારણે ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું છે તેવા સમયમાં જ ફી નિર્ધારણ કમિટી સમક્ષ સૌરાષ્ટ્ર ઝોનની શાળાઓએ ફી વધારા માટેની માંગ કરી છે.  જેમાંથી કેટલીક સ્કૂલોની માગણી સ્વીકારી ફી વધારાને મંજૂરી આપી દેવાઈ છે.

Mohit Bhatt

| Edited By: kirit bantwa

Jan 25, 2022 | 3:50 PM

રાજ્યમાં એક તરફ કોરોના (corona) નો કપરો કાળ ચાલી રહ્યો છે. ત્રીજી લહેરને કારણે ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું છે તેવા સમયમાં જ ફી નિર્ધારણ કમિટી સમક્ષ સૌરાષ્ટ્ર ઝોનની શાળાઓએ ફી વધારા માટેની માંગ કરી છે.  મહત્ત્વની વાત એ છે કે ફી નિર્ધારણ સમિટીએ સંખ્યાબંધ સ્કૂલોની માગણી સ્વીકારી લીધી છે.

ફી નિર્ધારણ સમિટી (FRC) સમક્ષ આ શાળાઓએ વર્ષ 2019-2021 બાદ ફી વધારાની માંગ મુકી હતી જેમાં ફી નિર્ધારણ કમિટી દ્રારા 15 હજારથી ઓછી ફી હોય તેવી 3500 જેટલી શાળા (school) ઓની સમિક્ષા કરવામાં આવી હતી જેમાંતી 1500થી વધારે શાળાઓને ૫ થી 10 ટકા સુધીનો ફી વધારો માન્ય રાખવામાં આવ્યો છે.નવા સત્રથી આ ફી વધારો લાગુ થશે.

15 હજારથી વ‍ધુ ફી ધરાવતી શાળાની સમિક્ષા હજુ બાકી

ફી નિર્ઘારણ કમિટી દ્રારા 15 હજારથી ઓછી ફી ધરાવતી શાળાઓના ફી વધારાની સમિક્ષા કરીને તેના માટેનો ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે જ્યારે હજુ પણ 15 હજારથી વધારે સત્રની ફી હોય તેવી શાળાઓની સમિક્ષા બાકી છે આવી અંગાજિત 800થી વધારે શાળાઓ છે જેની આગામી દિવસોમાં સમિક્ષા કરવામાં આવશે.

શાળાઓને 10 ટકા ફી વધારો મળવો જોઇએ-શાળા સંચાલક મંડળ

શાળાઓમાં ફી વધારા અંગે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટના પ્રમુખ ડી વી મહેતાએ કહ્યું હતું કે શાળાઓ પણ કોરાનાના કારણે મુશ્કેલીમાં છે.છેલ્લા બે વર્ષથી શાળાઓએ ફી વધારો કર્યો નથી અને અન્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો છે.તેમાં પણ એક વર્ષ રાજ્ય સરકાર દ્રારા ૨૫ ટકા ફી માફી આપવામાં આવી અને ફી ચૂકવણીમાં વાલીઓએ સમય લગાડ્યો છે ત્યારે આવા સમયે ફી વઘારો કરવો ખૂબ જ જરૂરી છે.કોરોનાના સમયમાં શાળાઓએ ઓનલાઇન શિક્ષણ આપ્યું જ છે ત્યારે શિક્ષકોને પણ હવે પગાર વધારો આપવો પડે છે.પગાર ન વધતાં શિક્ષકો અન્ય વ્યવસાય તરફ વળ્યા છે ત્યારે શાળાઓને ટકાવી રાખવા માટે ઓછામાં ઓછો 10 ટકા વધારો આપવો ખુબ જ જરૂરી છે.

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે ઓફલાઇન શાળા શરૂ કરવાની કરી માંગ

કોરોનાના કેસમાં ઘટાડો આવતા અને ત્રીજી લહેર ઓછી ઘાતક હોવાથી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે શાળાઓ ફરી શરૂ કરવાની માંગ કરી છે,આ અંગે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી વી મહેતાએ કહ્યું હતું કે કોરોનાની સ્થિતિને જોતા અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ ઓફલાઇન શિક્ષણ શરૂ કરવું જોઇએ.સરકાર પાસે 1 ફેબ્રુઆરીથી 6 થી 9 ધોરણ અને ૧૫ ફેબ્રુઆરીથી 1 થી 5 ધોરણ શરૂ કરવાની માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ પાર્લામેન્ટ્રી બોર્ડમાં બ્રહ્મસમાજને સ્થાન ન મળતા નારાજગી, બ્રહ્મસમાજે સી.આર.પાટીલને રજૂઆત કરી

આ પણ વાંચોઃ Gandhinagar: PM મોદીએ ભાજપના પેજ પ્રમુખો અને કાર્યકરો સાથે વર્ચ્યુઅલી કરી વાતચીત, વડાપ્રધાને આપ્યો જીતનો મંત્ર

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati