Dahod: ટેન્ડર કોસ્ટ કરતા ઊંચી કિંમતનું ટેન્ડર મંજૂર કરાતા સર્જાયો વિવાદ, જુઓ Video
દાહોદ નગરપાલિકાએ ટેન્ડર કોસ્ટ કરતા ઊંચી કિંમતનું ટેન્ડર ભરનાર કોન્ટ્રાક્ટરનું ટેન્ડર મંજૂર કરતાં વિવાદ સર્જાયો છે. કોમર્શિયલ બિલ્ડિંગના ટેન્ડરની 5.11 કરોડની ટેન્ડર કોસ્ટ મૂકવામાં આવી હતી. પરંતુ એજન્સીને 5.44 કરોડ રૂપિયાનું ટેન્ડર મંજૂરૂ કરીને વર્કઓર્ડર અપાયો છે.
દાહોદ નગરપાલિકામાં ટેન્ડરનો વિવાદ સામે આવ્યો છે. નગરપાલિકાએ ટેન્ડર કોસ્ટ કરતા ઊંચી કિંમતનું ટેન્ડર ભરનાર કોન્ટ્રાક્ટરનું ટેન્ડર મંજૂર કરતાં વિવાદ સર્જાયો છે. કોમર્શિયલ બિલ્ડિંગના ટેન્ડરની 5.11 કરોડની ટેન્ડર કોસ્ટ મૂકવામાં આવી હતી. પરંતુ એજન્સીને 5.44 કરોડ રૂપિયાનું ટેન્ડર મંજૂર કરીને વર્કઓર્ડર અપાયો છે.
આ પણ વાંચો : DAHOD: PM MODI સ્માર્ટ સિટી દાહોદના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે, ગુજરાતી કલા-સંસ્કૃતિના વિવિધ પેઈન્ટીંગ બનાવાયા
ઊંચી કિંમતનું ટેન્ડર મંજૂર કરાયુ
સવાલ એ થઈ રહ્યો છે કે નિર્માણ કાર્યમાં વધારાના 33 લાખ કઈ ગ્રાન્ટમાંથી આવશે? મહત્વનું છે કે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 5.44 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાઓ તેમજ પાર્કિંગ સુવિધા સાથેનું કોમર્શિયલ બિલ્ડિંગ બનાવવાનો વર્ક ઓર્ડર અપાયો છે. જેનું ખાતમુહૂર્ત સાંસદ જશવંતસિંહ ભાભોરના હસ્તે કરાયું હતું. યોજના અંતર્ગત રૂપિયા 5.11 કરોડ ગ્રાન્ટમાંથી વપરાશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…