Dahod: પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને તાળા લાગેલા જોઈને DDO એ આઉટસોર્સિંગના 6 કર્મીઓને છૂટા કરવાની તજવીજ

આ બાબતને જિલ્લા વિકાસ અધિકારી,દાહોદ નેહાકુમારી દ્વારા ખૂબ ગંભીરતાથી લઇ તાત્કાલિક અસરથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,નિનામાના ખાખરીયાના તબીબી અધિકારી, ફાર્માંશીષ્ટ, લેબટેકનીશ્યન, મલ્ટી પરપઝ હેલ્થ સુપરવાઈઝર, ફીમેલ હેલ્થ સુપરવાઈઝર તમામને તાલુકા આરોગ્ય અધિકારીના સ્પષ્ટ લેખિત અભિપ્રાય સાથે ખુલાસો રજૂ કરવા કડક શબ્દોમાં નોટીસ આપવામાં આવી છે.

Dahod: પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને તાળા લાગેલા જોઈને DDO એ આઉટસોર્સિંગના 6 કર્મીઓને છૂટા કરવાની તજવીજ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 18, 2023 | 11:55 PM

દાહોદના લીમખેડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,નિનામાના ખાખરીયાની ડીડીઓએ આકસ્મિક મુલાકાત લીધી હતી. હાલમાં રાજયમાં વકરેલા વાઇરલ ફ્લૂની પરિસ્થિતિ છે અને તમામ આરોગ્ય કેન્દ્ર, હોસ્પિટલ, પ્રાઇવેટ દવાખાના દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે ત્યારે લીમખેડા તાલુકામાં આવેલા નિનામાના ખાખરીયાની ગામમાં કર્મચારીઓ આરોગ્ય કેન્દ્રને તાળા લગાવીને ગેરહાજર હતા.

જિલ્લા વિકાસ અધિકારી,દાહોદ નેહા કુમારી દ્વારા ગત 17 માર્ચના રોજ સાંજે પાંચ વાગ્યે લીમખેડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,નિનામાના ખાખરીયાની આકસ્મિક મુલાકાત લીધી હતી. જ્યાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મુખ્ય દરવાજાને તાળું મારેલુ હતું અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બંધ હતું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ અધિકારી-કર્મચારીઓ ગેરહાજર હોવાનું જણાયુ હતું અને રજા અંગે તેઓએ સબંધિત ઉપરી અધિકારીની પૂર્વ મંજૂરી પણ મેળવેલી ન હતી.

આઉટસોર્સિંગ કર્મીઓને તાત્કાલિક છૂટાં કરાયા

આમ મનસ્વી રીતે પોતાના હેડ ક્વાર્ટર પર હાજર ન રહેનાર અધિકારી-કર્મચારીઓના કારણે વિવિધ રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમો અને અન્ય આરોગ્યલક્ષી કામગીરી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર સેવાઓ માટે આવનાર લાભાર્થીઓ આરોગ્ય વિષયક સેવાઓથી વંચિત રહી જાય છે. આ બાબતને જિલ્લા વિકાસ અધિકારી નેહાકુમારી દ્વારા ખૂબ ગંભીરતાથી લઇ તાત્કાલિક અસરથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,નિનામાના ખાખરીયાના તબીબી અધિકારી, ફાર્માંશીષ્ટ, લેબટેકનીશ્યન, મલ્ટી પરપઝ હેલ્થ સુપરવાઈઝર, ફીમેલ હેલ્થ સુપરવાઈઝર તમામને તાલુકા આરોગ્ય અધિકારીના સ્પષ્ટ લેખિત અભિપ્રાય સાથે ખુલાસો રજૂ કરવા કડક શબ્દોમાં નોટીસ આપવામાં આવી છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

તે ઊપરાંત આઉટસોર્સિંગ એજન્સી દ્વારા નિમણુંક પામી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર ફરજ બજાવનાર 2  સ્ટાફનર્સ અને વર્ગ-4 ના 4 કર્મચારી સહીત કુલ- 6 સ્ટાફને ફરજમાંથી છૂટા કરવા એજન્સીને જાણ કરેલ છે. વધુમાં તાલુકા આરોગ્ય અધિકારી લીમખેડાને તેમના હસ્તકના આરોગ્ય કેન્દ્રોમાં તેમના નબળા સુપરવિઝન અને વાંરવાર અધિકારી-કર્મચારીઓ દ્વારા ફરજ પ્રત્યે નિષ્કાળજી જણાય આવતા તેઓને પણ કારણ દર્શક નોટીસ ફટકારવામાં આવી હતી.

 વિથ ઇનપુટ, પ્રિતેશ પંચાલ, ટીવી9, દાહોદ

g clip-path="url(#clip0_868_265)">