Rajkot : નીલ સિટી ક્લબમાં ગરબામાં બોલીવુડ ગીતો વગાડવાને કારણે વિવાદ સર્જાયો, જુઓ Video

Rajkot : નીલ સિટી ક્લબમાં ગરબામાં બોલીવુડ ગીતો વગાડવાને કારણે વિવાદ સર્જાયો, જુઓ Video

| Edited By: | Updated on: Sep 25, 2025 | 2:05 PM

રાજકોટ સહિત ગુજરાતના વિવિધ શહેરોમાં આનંદ-ઉલ્લાસથી નવરાત્રીની ઉજવણી થઈ રહી છે. રાજકોટના નીલ સિટી ક્લબમાં નવરાત્રિના પવિત્ર દિવસોમાં ગરબા અને માતાજીની આરાધનાને બદલે ફિલ્મી ગીતો પર ડીજે સાથે ડાન્સ થતા વિવાદ સર્જાયો છે.

રાજકોટ સહિત ગુજરાતના વિવિધ શહેરોમાં આનંદ-ઉલ્લાસથી નવરાત્રીની ઉજવણી થઈ રહી છે. રાજકોટના નીલ સિટી ક્લબમાં નવરાત્રિના પવિત્ર દિવસોમાં ગરબા અને માતાજીની આરાધનાને બદલે ફિલ્મી ગીતો પર ડીજે સાથે ડાન્સ થતા વિવાદ સર્જાયો છે. સામાન્ય રીતે નવરાત્રિમાં પરંપરાગત ગરબા અને ધાર્મિક ગીતો પર રમવામાં આવે છે જ્યારે અહીં ફિલ્મી ગીતો પર ઠુમકા લગાવવામાં આવતા વિવાદ સર્જાયો છે.

નીલ સિટી ક્લબમાં ગયા વર્ષે પણ ફિલ્મી ગીત પર ડાન્સ થતા વિવાદમાં આવ્યું હતું. પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂના ભાણેજ સર્મથ મહેતા નીલ સિટી ક્લબમાં ગરબાનું આયોજન કરે છે. ફિલ્મી ગીતના વિવાદ પર આયોજકો એક રાઉન્ડમાં ડીજેના ગીત હોય છે તેવું કહીને લૂલો બચાવ કરી રહ્યા છે. તો બીજી તરફ ગરબામાં ફિલ્મી ગીત પર ડાન્સથી બંજરંગ દળ અને સાધુ-સંતોમાં પણ નારાજગી સામે આવી છે. બજરંગ દળના કાર્યકર્તાઓને ઘટનાને વખોડી છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટના નીલ સિટી ક્લબમાં નવરાત્રી 2025 દરમિયાન બોલીવુડ ગીતો વગાડવાને કારણે વિવાદ સર્જાયો છે. સામાન્ય રીતે નવરાત્રીમાં પરંપરાગત ગરબા અને ધાર્મિક ગીતો વગાડવામાં આવે છે. પરંતુ આ ક્લબમાં ફિલ્મી ગીતો પર ડાન્સ કરવામાં આવતા વિવાદ ઉભો થયો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો