Banaskantha : પાલનપુર-છાપી હાઇવે પરથી વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું, જુઓ Video
પાલનપુર અને છાપી હાઇવે પર LCBએ બાતમીના આધારે રેડ પાડી હતી. આ દરમિયાન રાજસ્થાન તરફથી આવતા એક કન્ટેનરની તપાસ કરતાં કન્ટેનરમાંથી પોલીસને 12,800 દારૂની બોટલો મળી આવી હતી.
Banaskantha : રાજસ્થાનમાંથી (Rajasthan) ગુજરાતમાં દારૂ ઘુસાડવાનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે. ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં મોટાપાયે દારૂ ઘુસાડવામાં આવતો હોય છે. ત્યારે બનાસકાંઠા રાજસ્થાનની સરહદ પર આવેલું હોવાથી ખાસ કરીને બુટલેગરો આ રસ્તે ગુજરાતમાં દારૂ ઘુસાડતા હોય છે. ત્યારે ગઈકાલે એટલે કે રવિવારે રાત્રે પોલીસે દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું છે.
આ પણ વાંચો દાંતીવાડા ડેમમાં માછીમારી કરતા 5 યુવકોને બંધક બનાવી સજા આપી હોવાના ઠેકેદાર પર આક્ષેપ, જુઓ Video
મળતી માહિતી અનુસાર રવિવારે રાત્રે પાલનપુર અને છાપી હાઇવે પર LCBએ બાતમીના આધારે રેડ પાડી હતી. આ દરમિયાન રાજસ્થાન તરફથી આવતા એક કન્ટેનરની તપાસ કરતાં કન્ટેનરમાંથી પોલીસને 12,800 દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે દારૂ તેમજ કન્ટેનર જપ્ત કર્યું છે. બનાસકાંઠા LCBએ રૂ.88 લાખના વિદેશી દારૂ સાથે રાજસ્થાનથી ગુજરાત દારૂ લાવતા 2 શખ્સોની અટકાયત કરી છે.
બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
ના નેતા, ના કોઈ અભિનેતા... ગ્રાન્ડ ઓપનિંગમાં પહોંચ્યો 'VVIP રોબોટ'
તહેવારો પહેલા સુરતમાં ફૂડ સેફ્ટી અંગે સતર્ક મનપા
ગરમ પવન-ભેજના અભાવના કારણે ગુજરાતમાં હાલ સારો વરસાદ નહીં
દમણમાં મોનસુન ફેસ્ટીવલનો પ્રારંભ, નશામુક્ત રહેવા યુવાનોને અપીલ
