દાંતીવાડા ડેમમાં માછીમારી કરતા 5 યુવકોને બંધક બનાવી સજા આપી હોવાના ઠેકેદાર પર આક્ષેપ, જુઓ Video

દાંતીવાડા ડેમમાં માછીમારી કરતા 5 યુવકોને બંધક બનાવી સજા આપી હોવાના ઠેકેદાર પર આક્ષેપ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2023 | 5:06 PM

બનાસકાંઠા જીલ્લામાં માછીમારના ઠેકેદારે 5 યુવકોને માર માર્યો હોવાની વાત પોલીસ મથક સુધી પહોંચી છે. આક્ષેપ છે કે યુવકોને બંધક બનાવી માર મરવામાં આવ્યો અને ઉઠક બેઠક કરાવવામાં આવી.

Dantiwada dam: બનાસકાંઠામાં માછીમારના (fisherman) ઠેકેદારે 5 યુવકોને માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. યુવકોને પહેલા બંધક બનાવ્યા જે બાદ માર માર્યો હોવાનો આક્ષેપ થયો છે. દાંતીવાડા ડેમમાં માછીમારી કરતા લોકો જે છે તેમના ઠેકેદાર પર આરોપ લગાવવામાં આવ્યો છે. ઠેકેદારે યુવકો પાસે શૌચાલય સાફ કરાવ્યું હોવાની વાત માછીમારોએ કરી હતી.

આ પણ વાંચો : વરસાદની આડમાં કેમિકલયુક્ત પાણી છોડવા મામલે કાર્યવાહી, કેમિકલ હાઉસના વીજળીના કનેક્શન કાપવાની કામગીરી

એટલું જ નહીં ઠેકેદારે માછીમારો પાસે ઉઠક-બેઠક કરાવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે આ સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. તમામ લોકોએ આ અંગે ભેગા મળીને ઠેેકેદાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઠેકેદારે કાર્ય સ્થળ પર આ રીતે બર્બરતા આચારવાની વાતને લઈ લોકોએ આ બાબતની નિંદા કરી હતી.

બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">