‘સરકારે ચૂંટણીમાં તેમને ફાયદો થાય તેવી ટેકનિક બનાવી’, કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં ખડગેએ આપ્યું નિવેદન, જુઓ Video

‘સરકારે ચૂંટણીમાં તેમને ફાયદો થાય તેવી ટેકનિક બનાવી’, કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં ખડગેએ આપ્યું નિવેદન, જુઓ Video

| Edited By: | Updated on: Apr 09, 2025 | 2:23 PM

આજે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન સાબરમતી તટે મળ્યું છે. અમદાવાદમાં એક સદી અને ગુજરાતમાં 6 દાયકા બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળી રહ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં દેશના તમામ રાજ્યોના એઆઈસીસી ડેલીગેટ ઉપસ્થિત રહ્યાં છે.

આજે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન સાબરમતી તટે મળ્યું છે. અમદાવાદમાં એક સદી અને ગુજરાતમાં 6 દાયકા બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળી રહ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં દેશના તમામ રાજ્યોના એઆઈસીસી ડેલીગેટ ઉપસ્થિત રહ્યાં છે. દેશભરના 1800થી વધુ કોંગ્રેસ ડેલીગેટ્સ ઉપસ્થિત રહ્યાં છે. CWC ની બેઠકમાં રજૂ થયેલ પ્રસ્તાવો પર અધિવેશનમાં મહોર વાગશે.

સંગઠન, આર્થિક, સામાજિક, રાજકીય સહિતના ઠરાવો પર મહોર લગાવવામાં આવશે. ભવિષ્યની રૂપરેખા, જિલ્લા કોંગ્રેસ સમિતિઓને સશક્ત બનાવવા પર નિર્ણય લેવાઈ શકે છે. સંગઠનને મજબૂત બનાવતા મહત્વના ઠરાવની પણ શક્યતા છે. મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યાં છે.

કોંગ્રેસના 1800થી વધુ ડેલિગેટ્સ બેઠકમાં લીધો ભાગ

અમદાવામાં કોંગ્રેસના અધિવેશનમાં અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સરકાર પર પ્રહાર કર્યો છે. ખડગેએ EVM મુદ્દે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. દુનિયાના વિકસિત દેશો EVM છોડીને બેલેટ પેપરથી ચૂંટણી કરાવે છે. ભારત એક જ એવો દેશ છે કે જ્યાં EVMથી ચૂંટણી કરવામાં આવે છે. EVMથી ચૂંટણી એ ફ્રોડ છે, પણ સરકાર કહે છે કે સાબિત કરો તેવું ખડગેએ કહ્યું છે. સરકારે ચૂંટણીમાં તેમને ફાયદો થાય તેવી ટેકનિક બનાવી છે. એક દિવસ દેશના યુવાનો જાગશે અને બેલેટ પેપરથી ચૂંટણીની માગ કરશે.

ભારત એક જ એવો દેશ કે જ્યાં EVMથી ચૂંટણી : ખડગે

કોંગ્રેસના સંગઠનને લઈને અધ્યક્ષ ખડગેએ મોટું નિવેદન આપ્યું છે. જિલ્લા પ્રમુખોએ નિમણૂકના એક વર્ષમાં સંગઠન તૈયાર કરવા અંગે જણાવ્યું છે. જે લોકો પાર્ટીમાં કામ નથી કરતા એમને આરામ કરવાની જરૂર છે. એટલું જ નહીં ખડગેએ જણાવ્યુ કે ઉમેદવારોની પસંદગીમાં જિલ્લા પ્રમુખોનો રોલ મહત્વનો રહેશે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો