મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દેખાવો કરશે, 6 એપ્રિલે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ રાજકોટમાં પહોંચશે

કોંગ્રેસ ભાવ વધારા અને મોંઘવારી મુદ્દે સરકાર વિરૂદ્ધ રણશિંગું ફૂંકવાનો નિર્ણય લીધો છે. આગામી 6 એપ્રિલે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ રાજકોટમાં પહોંચશે. અને સાત એપ્રિલે મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન યોજશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2022 | 9:23 PM

દેશમાં મોંઘવારીએ માજા મુકી છે. ઇંધણના ભાવ સાથે જીવન જરૂરી ચીજવસ્તુના ભાવ પણ આસમાન આંબી રહ્યાં છે. ત્યારે કોંગ્રેસ (Congress) ભાવ વધારા અને મોંઘવારી (Inflation)મુદ્દે સરકાર વિરૂદ્ધ રણશિંગું ફૂંકવાનો નિર્ણય લીધો છે. આગામી 6 એપ્રિલે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ રાજકોટમાં (Rajkot) પહોંચશે. અને સાત એપ્રિલે મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન યોજશે. જેમાં કોંગ્રેસ પ્રમુખ, વિરોધ પક્ષના નેતા સહિતના કોંગ્રેસના પદાધિકારીઓ અને કાર્યકરો હાજર રહેશે. આ કાર્યક્રમમાં પાટીદાર અગ્રણી નરેશ પટેલ પણ હાજર રહી શકે છે.

નોંધનીય છેકે છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. જેના પગલે રાજયમાં જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. જેમાં દુધ-શાકભાજી-કઠોળના ભાવોમાં અસહ્ય વધારો નોંધાયો છે. સાથે જ  ખાદ્યતેલના ભાવોથી તો સામાન્ય પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા જનતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવાની મુહિમ ઉપાડવામાં આવી છે. અને, રાજકોટમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહી વિરોધ પ્રદર્શનો યોજશે. અને, સરકારને મોંઘવારીને અકુંશમાં લાવવા અરજ કરશે. આ સાથે લોકોને મોંઘવારીને લઇને પડતી મુશ્કેલીઓને પણ કોંગ્રસ દ્વારા ઉજાગર કરવામાં આવશે.

આ પણ વાંચો : પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને આર્મી ચીફ બાજવા સાથે મુલાકાત બાદ નિર્ણય મોકૂફ રાખ્યો, આજે નહીં કરે રાષ્ટ્રને સંબોધન

આ પણ વાંચો : Share Market : ચાલુ સપ્તાહમાં શેરબજારે રોકાણકારોને 4 લાખ કરોડ રૂપિયાનો લાભ કરાવ્યો, કરો એક નજર આજના TOP GAINERS ઉપર

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">