Gandhinagar : ગૃહમાં ભારે હંગામો કરતા કોંગ્રેસના ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરાયા, જુઓ Video

|

Aug 22, 2024 | 2:18 PM

રાજકોટ અગ્નિ કાંડ, જાહેર પરીક્ષામાં ગોટાળા, ભરતી કૌભાંડ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવાની કોંગ્રેસે માગ કરી હતી. આ ઉપરાંત સાયકલ ખરીદી કૌભાંડ પર જવાબ આપવાથી સરકાર બચી રહી હોવાનો પણ આક્ષેપ કોંગ્રેસે કર્યો હતો.

આજે વિધાનસભા સત્રનો બીજો દિવસ છે. ગૃહમાં ભારે હંગામો કરતા કોંગ્રેસના ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરાયા છે. અયોગ્ય વર્તનને કારણે વિપક્ષના ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ અગાઉ પણ ગૃહમાંથી કોંગ્રેસે વોકઆઉટ કર્યું છે. ટૂંકી મુદતના પ્રશ્નો મુદ્દે કોંગ્રેસએ નારાજગી વ્યક્ત કરી છે. ટૂંકી મુદ્તમાં માત્ર 2 જ પ્રશ્નો દાખલ કરવા મુદ્દે વિપક્ષે નારાજગી દર્શાવી છે. જેના પગલે કોંગ્રેસના 12 પ્રશ્નોમાંથી એક પણ પ્રશ્ન ન લેવાયો હોવાની કોંગ્રેસની ફરિયાદ છે.

વિધનસભા તરફથી પ્રશ્નો તથા તાકીદના પ્રશ્નો મંત્રી કાર્યાલયને મોકલી દેવામાં આવે છે. ત્યાંથી મુદ્દો હટાવી દેવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રાજ્યમાં રાજકોટ અંગની કાંડ, પરીક્ષામાં ગોટાળા, ભરતી કૌભાંડ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવાની માગ કરી હતી. તેમજ સાયકલ ખરીદી કૌભાંડ પર જવાબ આપવાથી સરકાર બચી રહી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. વિપક્ષે અનેક મુદ્દાઓને લઈને દેખાવો કર્યો હોવાની ઘટના બની છે.

 

 

Published On - 2:11 pm, Thu, 22 August 24

Next Video