Vadodara કોર્પોરેશને છાણીના વેરાન વિસ્તારમાં રોડ બનાવી દેવાતા વિવાદ છેડાયો

કોંગ્રેસના કોર્પોરેટરોએ આ મુદ્દે સવાલો ઉઠાવ્યા છે.છાણીના વેરાન વિસ્તારમાં રાતોરાત 77 લાખના ખર્ચે 18 મીટરનો રોડ બનાવી દેવાયો એની પાછળ ચોક્કસ કોઈ ગોબાચારી અને કૌભાંડ હોઈ શકે છે તેવો આક્ષેપ થઈ રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2022 | 11:01 PM

વડોદરામાં(Vadodara)  છાણીના વેરાન વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા રાતોરાત રોડ(Road)  બનાવી દેવાના મુદ્દે વિવાદ છેડાયો છે. જેમાં વડોદરાના વોર્ડ નંબર 1ના કોંગ્રેસના(Congress)  કોર્પોરેટર પુષ્પા વાઘેલાએ વાંધો ઉઠાવ્યો છે કે આ રોડ એવી જગ્યાએ બનાવી નખાયો છે કે જ્યાં કોઈ રહેતું જ નથી. કોંગ્રેસના કોર્પોરેટરોએ આ મુદ્દે સવાલો ઉઠાવ્યા છે.છાણીના વેરાન વિસ્તારમાં રાતોરાત 77 લાખના ખર્ચે 18 મીટરનો રોડ બનાવી દેવાયો એની પાછળ ચોક્કસ કોઈ ગોબાચારી અને કૌભાંડ હોઈ શકે છે તેવો આક્ષેપ થઈ રહ્યો છે.કોંગ્રેસના કોર્પોરેટરોએ દલીલ કરી છે કે, વિકાસ સામે કોઈનો વાંધો નથી પરંતુ જ્યાં લોકો રહે છે, જ્યાં ટીપી સ્કીમ પડી ચૂકી છે. ત્યાં કેમ વિકાસ કરાતો નથી ?

કોંગ્રેસ માને છે કે આ કિસ્સામાં કોઈ રાજકીય દબાણ કામ કરી રહ્યું છે

કોંગ્રેસના કોર્પોરેટરે એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે, જંગલ વિસ્તારમાં રસ્તા બનાવવા પાછળ કોઈને ફાયદો કરાવવાનું કારણ રહેલું છે.જો કે, મહાનગર પાલિકાના સત્તાધીશો આ આશંકાને રદિયો આપે છે..પાલિકાએ આ મામલે એવો તર્ક રજૂ કર્યો છે કે, જો પહેલેથી જ સુવિધા હોય, તો એવા વિસ્તારોનો વિકાસ વધુ ઝડપી થાય છે.કોંગ્રેસ માને છે કે આ કિસ્સામાં કોઈ રાજકીય દબાણ કામ કરી રહ્યું છે.એટલે જ તેઓ લડત આપવા તૈયાર છે.તેમનો મુદ્દો એક જ છે જ્યાં લોકો વસે છે, અને ટેક્સ ભરે છે તેમને સુવિધા પહેલી મળવી જોઈએ નહીં તેઓ આંદોલનનો માર્ગ અપનાવશે.

આ પણ વાંચો : Navsari: વિદેશમાં જઈ ડોલરમાં કમાણી કરવા માગતા સુરતના યુવાન સાથે 49 લાખની છેતરપિંડી

આ પણ વાંચો : Surat : ગ્રીષ્માના કોલેજમાં છેલ્લી હાજરીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">