શક્તિસિંહ ગોહિલે પેટ્રોલ-ડીઝલ મુદ્દે સરકાર પર પ્રહાર કરતા કહ્યું, કેન્દ્ર સરકારે ટેક્સ ઘટાડી પ્રજાને રાહત આપવી જોઈએ

શક્તિસિંહે પેટ્રોલ-ડીઝલમાં કેન્દ્ર સરકાર બેફામ ટેક્સ વસુલતી હોવાનો આરોપ લગાવ્યો. શક્તિસિંહે કહ્યું કે સરકારે ટેક્સ ઘટાડીને પ્રજાને રાહત આપવી જોઈએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 07, 2021 | 9:13 PM

RAJKOT : રાજકોટમાં કોંગ્રેસ કાર્યકરો અને સંગઠનના પદાધિકારીઓ સાથે નવા વર્ષના સ્નેહમિલન સમારોહમાં રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ હાજર રહ્યાં.શક્તિસિંહે પેટ્રોલ-ડીઝલમાં કેન્દ્ર સરકાર બેફામ ટેક્સ વસુલતી હોવાનો આરોપ લગાવ્યો. શક્તિસિંહે કહ્યું કે સરકારે ટેક્સ ઘટાડીને પ્રજાને રાહત આપવી જોઈએ. તો આયાતી ખાદ્યતેલમાં ડ્યુટી ઘટાડાતા ખેડૂતોને મગફળીના ઓછા ભાવ મળતા નુકસાન જશે. શક્તિસિંહે સ્પષ્ટતા કરી કે હું ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદની રેસમાં નથી. કોંગ્રેસનું હાઈકમાન્ડ યોગ્ય અને સર્વસંમત વ્યક્તિની ટૂંક સમયમાં જ પ્રમુખપદે નિમણૂંક કરશે.

શક્તિસિંહે કહ્યું કે ક્યારેય ડીઝલ કે પેટ્રોલ સદી પર ગયું હોય તેવું બન્યું ન હતું. તેમણે કહ્યું કે પેટાચૂંટણીઓમાં હિમાચલ પ્રદેશમાં એક લોકસભા અને વિધાનસભા ત્રણેય સીટો પર ભાજપનો સફાયો થયો. રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં પણ ભાજપને જાકારો મળ્યો છે. આ માટે અહંકારથી ચાલતી ભાજપ સરકારે પેટ્રોલ-ડીઝલ પર ટેક્સમાં થોડો ઘટાડો કર્યો. આ ખુબ મોડો અને થોડો ઘટાડો છે.

આગળ તેમણે કહ્યું કે તહેવારોમાં ખાદ્યતેલ સસ્તું થવું જોઈએ, પણ સરકારે તહેવારોમાં ખાદ્યતેલ સસ્તું ન કર્યું. તેમણે કહ્યું દિવાળી અને બેસતું વર્ષ ગયા પછી ગઈકાલે સોયાબીન તેલ અને પામોલીન તેલ પરની બેઝીક દ્યુતિ ઝીરો કરી. તેમણે કહ્યું કે હવે અત્યારે ખેડૂતોના ઘરમાં મગફળી આવશે, એટલે ખેડૂતોની મગફળીના ભાવ દબાશે. અને જયારે ખેડૂતોના ઘરમાં મગફળી નહી રહે, ત્યારે ફરી વાર ઈમ્પોર્ટ ઓયલ પર ડ્યુટી વધારે એટલે ગ્રાહકને મોંઘુ પડે અને ખેડૂતોનું શોષણ થાય.

આ પણ વાંચો : જાણો સુરેન્દ્રનગરમાં એન્કાઉન્ટર કરનાર PSI જાડેજા વિશે, જેમની ગેડિયા ગેંગમાં ધાક છે

આ પણ વાંચો : અઢી વર્ષની બાળકીની હત્યા!, સુરતના વડોદ ગામમાંથી ગુમ થયેલી અઢી વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">