અઢી વર્ષની બાળકીની હત્યા!, સુરતના વડોદ ગામમાંથી ગુમ થયેલી અઢી વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો

આ ઘટનાની તપાસ કરતી પોલીસના હાથમાં સીસીટીવી ફૂટેજ લાગ્યા છે.જેમાં બાળકીને તેડીને લઈ જતા વૃદ્ધ શંકાસ્પદ દેખાઈ રહ્યો છે.

TV9 GUJARATI

| Edited By: Nakulsinh Gohil

Nov 07, 2021 | 2:52 PM

SURAT : સુરતના પાંડેસરા વડોદ ગામમાંથી દિવાળીની રાત્રિથી ગુમ થયેલી અઢી વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે.સમગ્ર ઘટનામાં અપહરણ બાદ હત્યાની આશંકા બતાવવામાં આવી રહી છે.આજે 7 નવેમ્બરના રોજ વડોદ ગામમાં જ ઝાડીમાંથી બાળકી મૃત હાલતમાં મળી આવી છે. જેથી પોલીસે અપહરણ અને હત્યાની દિશામાં તપાસ હાથ ધરી છે..આ ઘટનાની તપાસ કરતી પોલીસના હાથમાં સીસીટીવી ફૂટેજ લાગ્યા છે.જેમાં બાળકીને તેડીને લઈ જતા વૃદ્ધ શંકાસ્પદ દેખાઈ રહ્યો છે.સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની ટીમ પણ તપાસમાં જોડાઈ છે.

દિવાળીની રાત્રે જ અઢી વર્ષની બાળકી ઘર આંગણેથી જ ગુમ થવાને લઈને પોલીસ દોડતી થઈ હતી. 100થી વધુ પોલીસ જવાનો છેલ્લા બે દિવસથી શોધખોળ કરી રહ્યા હતા.બાળકીના પિતા મિલમાં મજૂરી કામ કરે છે.ઘરની આજુબાજુ ઝાડી-જંગલ છે, પોલીસ બધા જ કામ છોડીને દીકરીને રાત-દિવસથી શોધી રહી હતી.

સુરતનના વડોદ ગામની આ અઢી વર્ષની બાળકીની હત્યા શા કારણે કરવામાં આવી, શું કોઈ તાંત્રિક વિધિમાં આ બાળકીનો ઉપયોગ થયો હતો કે કેમ આ તમામ બાબતો પરથી ટૂંક જ સમયમાં પડદો ઉઠશે. જો કે આ ઘટના નાના બાળકોના તમામ માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો છે. માતા-પિતાની બેદરકારીના કારણે જ આવા કેસ બનતા હોય છે.

આ પણ વાંચો : મોંઘવારીનો માર : ટીવીના શોખીનો માટે માઠા સમાચાર, આ તારીખથી લોકપ્રિય ચેનલ જોવા માટે કરવો પડશે વધુ ખર્ચ

આ પણ વાંચો :સાંધાના દુ:ખાવાને કહો બાય બાય! અપનાવો આ 7 અસરકારક ઘરેલું ઉપાય અને પછી જુઓ પરિણામ

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati