વિધાનસભા ગૃહમાં નકલી કચેરી કાંડ મુદ્દે કૉંગ્રેસે કર્યો વિરોધ, વોકઆઉટ કરતાં કૉંગ્રેસના ધારાસભ્યોને એક દિવસ માટે કરાયા સસ્પેન્ડ, જુઓ Video

વિધાનસભા ગૃહમાં નકલી કચેરી કાંડ મુદ્દે કૉંગ્રેસે કર્યો વિરોધ, વોકઆઉટ કરતાં કૉંગ્રેસના ધારાસભ્યોને એક દિવસ માટે કરાયા સસ્પેન્ડ, જુઓ Video

| Edited By: | Updated on: Feb 20, 2024 | 11:52 AM

ગુજરાત વિધાનસભાનું સત્ર આજે હોબાળા ભર્યુ રહ્યુ.કોંગ્રેસના ધારાસભ્યોએ નકલી કચેરી કાંડ મુદ્દે હોબાળો કર્યો હતો. સાથે જ સૂત્રોચ્ચાર કરીને વિરોધ દર્શાવ્યો હતો અને બાદમાં વોકઆઉટ કર્યુ હતુ, જેના પગલે કોંગ્રેસના ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગુજરાત વિધાનસભામાં અંદાજપત્ર સત્રનો આજે 14મો દિવસ છે. જો કે ગુજરાત વિધાનસભાનું સત્ર આજે હોબાળા ભર્યુ રહ્યુ. કોંગ્રેસના ધારાસભ્યોએ નકલી કચેરી કાંડ મુદ્દે હોબાળો કર્યો હતો. સાથે જ સૂત્રોચ્ચાર કરીને વિરોધ દર્શાવ્યો હતો અને બાદમાં વોકઆઉટ કર્યુ હતુ, જેના પગલે કોંગ્રેસના ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો-લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદી આવશે ગુજરાત, ત્રણ દિવસની મુલાકાતમાં ગુજરાતને મળશે અનેક ભેટ, જાણો કાર્યક્રમ

ગાંધીનગરમાં આજે વિધાનસભામાં હોબાળો થયો. નકલી કચેરી કાંડ મુદ્દે કૉંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ દર્શાવ્યો હતો. કૉંગ્રેસના ધારાસભ્યોએ સતત ઉભા રહી સૂત્રોચ્ચાર કર્યો હતો તો ઈમરાન ખેડાવાલા વેલમાં ધસી આવ્યા હતા. ઋષિકેશ પટેલે 1 દિવસ માટે કૉંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાની માગ કરી હતી. જે પછી કૉંગ્રેસના તમામ ધારાસભ્યોને 1 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો