Gandhinagar : તાપી પાર નર્મદા લીંક પ્રોજેક્ટનો વિરોધ કરી રહેલા કોંગ્રેસના આગેવાનોની પોલીસે અટકાયત કરી

|

Mar 25, 2022 | 4:59 PM

ગાંધીનગરમાં તાપી-પાર રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ કરી રહેલા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે જેમાં રઘુ શર્મા, સુખરામ રાઠવા, જગદીશ ઠાકોર અને હાર્દિક પટેલ સહિતના કોંગ્રેસના નેતાઓની અટકાયત કરવામાં આવી છે..

ગુજરાતમાં (Gujarat) તાપી-પાર રિવર લિંક પ્રોજેક્ટને(Tapi-Par river link project)  લઈ રાજકારણ ગરમાયું છે.  જેમાં  કોંગ્રેસના નેતાઓ  ગાંધીનગરમાં વિધાનસભા તરફ કૂચ કરી રહ્યા હતા તે દરમિયાન પોલીસે તેમની અટકાયત કરી લીધી છે.  પોલીસે 100થી વધુ કોંગ્રેસના (Congress)  નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી છે.  જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી  રઘુ શર્મા, વિધાનસભા વિપક્ષ નેતા  સુખરામ રાઠવા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને  કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ સહિતના કોંગ્રેસના નેતાઓની અટકાયત કરવામાં આવી છે.જેમાં  તાપી-પાર રિવર લિંક પ્રોજેક્ટ લઇને જાહેર સભાને સંબોધતા ગુજરાતના સંગઠન પ્રભારી ડૉ. રઘુ શર્માએ જણાવ્યું હતું કે, 27 વર્ષથી વધુ સમયથી આદિવાસી સમાજને ભાજપ સરકાર અન્યાય કરી રહી છે. જેના પરિણામે આદિવાસી સમાજ આજે આંદોલન કરવા મજબુર બન્યાં છે. આદિવાસી સમાજને જમીન વળતરના નામે ભાજપ સરકારના બેવડા માપદંડથી આદિવાસી પરિવારનું જીવન નિર્વાહ કરવુ મુશ્કેલ બન્યું છે.

કોંગ્રેસ પક્ષ હંમેશા આદિવાસી સમાજની સાથે રહ્યો

તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં જ્યાં જ્યાં આદિવાસી સમાજ છે ત્યાં સરકારી દવાખાનામાં અપૂરતો સ્ટાફ, અપૂરતી દવાઓ અને દવાખાનાઓની બિસ્માર હાલતને પગલે આરોગ્ય સેવાથી વંચિત છે. આદિવાસી સમાજની જમીનો પડાવી લેવાના નવા ઘડાયેલા કાયદાને બદલે તમામ પછાત વર્ગના સમાજને જમીન અંગેના કાયદાઓ ભાજપ સરકારે બનાવવા જોઈતો હતો. કોંગ્રેસ પક્ષ હંમેશા આદિવાસી સમાજની સાથે રહ્યો છે.

આદિવાસી સમાજના અવાજને ભાજપ સરકાર સાંભળવા તૈયાર નથી

જ્યારે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે આદિવાસી સમાજના સળગતા પ્રશ્નોને લઈને ગાંધીનગરમાં બેઠેલી બહેરી-મુંગી સરકારને જગાડવા માટે પ્રયાસો કરવામાં આવ્યા છે. આદિવાસી સમાજના પ્રશ્નોના નિરાકરણ માટે સત્તામાં બેઠેલી ભાજપ સરકારે આંખ અને કાન બંધ કરી દીધા છે. આદિવાસી સમાજના અવાજને ભાજપ સરકાર સાંભળવા તૈયાર નથી. સ્થાનિક પ્રશાસનને વારંવાર રજુઆત છતાં પ્રશ્નોનું નિરાકરણ થયું નથી

આ પણ વાંચો : Banaskantha: વીજળીની માંગ વધુ ઉગ્ર બની, ખેડૂતો સાથે હવે કિસાન સંઘ પણ મેદાને

આ પણ વાંચો : ભાવનગર : કોરોનામાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ 102 આયુર્વેદિક તબીબોનું સન્માન કરાયું

Published On - 4:57 pm, Fri, 25 March 22

Next Video