મોવડીના મતની ઐસી તૈસી : ચૂંટણી મુદ્દે બે ભાગમાં વહેંચાઈ કોંગ્રેસ, ટિકિટની લડતનું સુરસુરિયું થાય તો નવાઈ નહીં

ભરૂચ : INDIA ગઠબંધનમાં ભરૂચ બેઠક આમ આદમી પાર્ટીના ફાળે જવાનો અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ સહીત કોંગ્રેસના અગ્રણીઓના વિરોધ વચ્ચે એક જૂથે ચૈતર વસાવાને સમર્થન જાહેર કરી દીધું છે. મુમતાઝ પટેલના નિર્ણય પર ફેરવિચારણા માટે દિલ્લી સુધી લડતનું આ પરિસ્થિતિ બાદ સુરસુરિયું થાય તો નવાઈ નહીં!!!

| Updated on: Feb 29, 2024 | 12:35 PM

ભરૂચ : INDIA ગઠબંધનમાં ભરૂચ બેઠક આમ આદમી પાર્ટીના ફાળે જવાનો અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ સહીત કોંગ્રેસના અગ્રણીઓની નારાજગી વચ્ચે એક જૂથે ચૈતર વસાવાને સમર્થન જાહેર કરી દીધું છે. મુમતાઝ પટેલની ગઠબંધનના નિર્ણય પર ફેરવિચારણા માટે દિલ્લી સુધીની લડતનું આ પરિસ્થિતિ બાદ સુરસુરિયું થાય તો નવાઈ નહીં!!!

અંકલેશ્વર – હાંસોટ યુવા કોંગ્રેસ પ્રમુખનો પત્ર વાયરલ થયો

એક તરફ કોંગ્રેસના નારાજ નેતાઓએ કોંગ્રેસના બેનર હેઠળ ઉમેદવારી ન કરવાને લઈ મોરચો માંડ્યો છે તો બીજી તરફ ચૈતર વસાવાના સમર્થનમાં નેતાઓ સામે આવી રહ્યા છે. અંકલેશ્વર – હાંસોટ યુવા કોંગ્રેસ પ્રમુખ શરીફ કાનુગાનો 27 ફેબ્રુઆરીએ લખેલો એક પત્ર વાયરલ થયો છે. આ પત્ર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને “સમર્થન પત્ર”તરીકે લખાયો છે.

પત્ર અનુસાર શરીફ કાનુગાએ ચૈતર વસાવાને ઇન્ડિયા એલાયન્સના ઉમેદવાર તરીકે ખુલ્લું સમર્થન અને ટેકો જાહેર કરવાનો ઉલ્લેખ કર્યો છે. આ પત્ર વાયરલ થયો છે. જોકે ત્યાર બાદ શરીફ મીડિયાથી અંતર બનાવી રહયા છે.

ચૈતર વસાવાને જંગી બહુમતીથી જીતાડવા વિજયસિંહ પટેલે હાંકલ કરી

હાંસોટના મતદારો પર સારું વર્ચસ્વ ધરાવતા ગત ટર્મના અંકલેશ્વર બેઠકના કોંગી ઉમેદવાર વિજયસિંહ  પટેલ પણ ચૈતર વસાવા સાથે એક મંચ પર નજરે પડ્યા હતા. વિજયસિંહે સ્થાનિકોને સંબોધતા ચૈતર વસાવાને જંગી બહુમતીથી જીતાડવા હાંકલ કરી હતી.

બે અલગ – અલગ વિચારધારામાં વહેંચાઈ કોંગ્રેસ?

એક તરફ મુમતાઝ પટેલ સહીત કોંગ્રેસના કાર્યકરો ભરૂચ બેઠક પર કોંગ્રેસને ઉમેદવારીઉ કરવાની તક ન મળવાથી નારાજગી વ્યક્ત કરી રહ્યા છે તો બીજી તરફ ઇન્ડિયા ગઠબંધનના નિર્ણયને સ્વીકારી આમ આદમી પાર્ટીને સપોર્ટ કરતા નેતાઓ પણ સામે આવ્યા છે. આ સ્થિતિમાં ભરૂચ કોંગ્રેસ બે અલગ -અલગ વિચારધારામાં વહેંચાઈ હોય તેમ લાગી રહ્યું છે.

એક દિવસ અગાઉ કોંગ્રેસના નારાજ નેતાઓના જૂથે કોંગ્રેસના સિમ્બોલ હેઠળ ઉમેદવારી ન કરાય તો આશ્ચર્યનજક પરિણામનો સામનો કરવાની ચીમકી પણ આપી છે અને મુમતાઝ પટેલે દિલ્લીમાં ધામા નાખી નિર્ણયની ફેરવિચારણા માટે જોર લગાવ્યું છે ત્યારે આ મહેનત સામે કેટલાક અગ્રણીઓ આમ આદમી પાર્ટીને ટિકિટ મળવાના સમર્થનમાં ચૈતર વસાવાને ટેકો જાહેર કરતા બે ફાંટા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.

 ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
આખરે કોંગ્રેસમા ઉકેલાયુ કોકડુ, લોકસભાની 4 બેઠકો પર ઉમેદવાર કર્યા જાહેર
આખરે કોંગ્રેસમા ઉકેલાયુ કોકડુ, લોકસભાની 4 બેઠકો પર ઉમેદવાર કર્યા જાહેર
વિરોધ વચ્ચે પાળિયાદ ધામના સંતોએ રૂપાલાના ઘરે જઈ કરી મુલાકાત- Video
વિરોધ વચ્ચે પાળિયાદ ધામના સંતોએ રૂપાલાના ઘરે જઈ કરી મુલાકાત- Video
સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને ફળશે પાટીદાર પ્રેમ? 4 બેઠકો પર પાટીદારને ટિકિટ
સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને ફળશે પાટીદાર પ્રેમ? 4 બેઠકો પર પાટીદારને ટિકિટ
સેવાભાવી સંસ્થાએ પાંજરાપોળની ગાયોને પીવડાવ્યો 300 કિલો કેરીનો રસ Video
સેવાભાવી સંસ્થાએ પાંજરાપોળની ગાયોને પીવડાવ્યો 300 કિલો કેરીનો રસ Video
કુમાર છાત્રાલય પાસેથી દારુની બોટલ અને સિગારેટ મળી
કુમાર છાત્રાલય પાસેથી દારુની બોટલ અને સિગારેટ મળી
પરશોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયો યોજશે મહાસંમેલન
પરશોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયો યોજશે મહાસંમેલન
ભર ઉનાળે પંચમહાલના અનેક ગામો પીવાના પાણીથી વંચિત
ભર ઉનાળે પંચમહાલના અનેક ગામો પીવાના પાણીથી વંચિત
NAMO OP ગેમર્સે PM મોદીને આપ્યું શોર્ટ નામ,જાણો શું છે તેમા OPનો અર્થ
NAMO OP ગેમર્સે PM મોદીને આપ્યું શોર્ટ નામ,જાણો શું છે તેમા OPનો અર્થ
સીપુ ડેમમાં પાણીનું સ્તર થયું ઓછુ થતા સિંચાઇ માટે ખેડૂતોને હાલાકી
સીપુ ડેમમાં પાણીનું સ્તર થયું ઓછુ થતા સિંચાઇ માટે ખેડૂતોને હાલાકી
PM મોદીએ હસ્તાક્ષરને કરવાને લઈને ગેમર્સ સહિત દેશવાસીઓને આપી સલાહ
PM મોદીએ હસ્તાક્ષરને કરવાને લઈને ગેમર્સ સહિત દેશવાસીઓને આપી સલાહ
g clip-path="url(#clip0_868_265)">