કુદરત રુઠી છે ત્યારે સરકાર ના રુઠે, ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ

| Edited By: | Updated on: Jun 29, 2026 | 7:53 PM

અમિત ચાવડાએ, વરસાદ ખેંચાતા સિંચાઈ માટે નહેરોમાં સિંચાઈ માટેનું પાણી છોડવા સરકાર સમક્ષ માંગ કરી છે. ગત વર્ષ કરતા આ વર્ષે 40 ટકા ઓછું વાવેતર થયું છે. જૂન 2025 માં અત્યાર સુધી 11.55 ઇંચ વરસાદ થયો હતો. આ વર્ષે માત્ર સરેરાશ 1 ઇંચ વરસાદ નોંધાયો છે. આવા સંજોગોમાં સરકારે, ધરતીપુત્રોને મદદ શક્ય એટલી મદદ કરવી જોઈએ.

આ વર્ષે અલનીનોની અસર હેઠળ ચોમાસુ ગુજરાતમાં હજુ બેઠુ નથી તેનાથી જગતનો તાત દુખી છે. એક તરફ કુદરત રુઠી છે ત્યારે સરકારે ના રુઠવું જોઈએ તેમ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું છે. તેમણે ગુજરાત સરકાર સમક્ષ ખેડૂતો માટે કેટલીક રજૂઆત અને માંગણીઓ કરી છે.

અમિત ચાવડાએ, વરસાદ ખેંચાતા સિંચાઈ માટે નહેરોમાં સિંચાઈ માટેનું પાણી છોડવા સરકાર સમક્ષ માંગ કરી છે. ગત વર્ષ કરતા આ વર્ષે 40 ટકા ઓછું વાવેતર થયું છે. જૂન 2025 માં અત્યાર સુધી 11.55 ઇંચ વરસાદ થયો હતો. આ વર્ષે માત્ર સરેરાશ 1 ઇંચ વરસાદ નોંધાયો છે. આવા સંજોગોમાં સરકારે, ધરતીપુત્રોને મદદ શક્ય એટલી મદદ કરવી જોઈએ.

વરસાદ ખેંચાતા સમગ્ર ગુજરાતમાં અત્યારે ઘાસચારાની પણ ભારે અછત છે. જેના કારણે રાજ્યનો પશુપાલક ભારે તકલીફમાં છે. ખેડૂતોને આપવામાં આવતી વીજળી 10 કલાકને બદલે 12 કલાક કરી આપવી જોઈએ. સૌરાષ્ટ્ર-કચ્છમાં પશુપાલકોને હિજરત કરવી પડે એવી સ્થિતિ છે જે નિવારવી જોઈએ.

અમિત ચાવડાએ વીજ થાંભલા અંગે આંદોલન કરી રહેલા ખેડૂતોની પણ વાત કરતા રાજકીય પ્રહાર કર્યો હતો. ખેતરોમાં આડેઘડ નાખવામાં આવતા વીજપોલ વિરુદ્ધ ખેડૂતો આંદોલન ચલાવી રહ્યાં છે જેને દિવસો વીતવા છતાં સરકાર ચિંતિત ના હોય એવું લાગી રહ્યું છે. રાજ્યમાં જ્યાં જ્યાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે એમની સાથે સરકાર વાર્તાલાપ કરે તેવી પણ માંગણી કરી હતી.

Breaking News : સરકારને ચીમકી, વીજ પોલ નીતિ સામે જેતપુરના ખેડૂતોના આંદોલનને ભારતીય કિસાન સંઘનો ટેકો

Published on: Jun 29, 2026 07:43 PM
Follow Us