Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગિફ્ટ સિટીમાં દારૂની શરતી છૂટથી બિલ્ડરોને બખ્ખા, રિયલ એસ્ટેટ સેક્ટરમાં જોવા મળી તેજી- વીડિયો

ગાંધીનગર ગિફ્ટ સિટીમાં લિકર માટેની શરતી છૂટ મળતા બિલ્ડરોને ફાયદો થયો છે. સરકારના આ નિર્ણય બાદ ગિફ્ટ સિટીમાં જમીન- મકાન ખરીદવા માટે ઈન્કવાયરી વધી છે. ઓફિસ અને મકાનોના ભાવમાં વધારાની અસર થઈ છે, ભાવમાં સ્કવેર ફુટ દીઠ 2500થી 3000નો વધારો થયો છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 25, 2023 | 9:49 PM

ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં સરકારે દારૂની શરતી છૂટ આપતાની સાથે જ રિયલ એસ્ટેટ સેક્ટરમાં જોવા મળી રહી છે. લોકો હવે ગિફ્ટ સિટીમાં જમીન ખરીદવા પડાપડી કરી રહ્યા છે. આ સાથે ગિફ્ટ સિટીમાં જમીનના ભાવો પણ રાતોરાત વધી ગયા છે. જેનો સીધો ફાયદો બિલ્ડર્સ અને ઈન્વેસ્ટર્સને થવાનો છે.

સરકારની દારૂની શરતી ‘ગિફ્ટ’ બિલ્ડરોને ફળી છે. સરકારની જાહેરાતની સાથે જ ગિફ્ટ સિટીમાં રિયલ્ટી સેક્ટરને ફાયદો થયો છે. અમદાવાદ-ગાંધીનગરના રિયલ્ટી સેક્ટરમાં તેજી આવી છે. ગિફ્ટ સિટીમાં જમીન તથા મકાન ખરીદવા પડાપડી થઈ રહી છે. ઓફિસો અને મકાનોના ભાવમાં વધારો થયો છે. જમીનના ભાવમાં સ્ક્વેરફિટ દીઠ રૂપિયા 2500થી 3000નો વધારો થયો. ગિફ્ટ સિટીની આસપાસની જમીનોના ભાવ પણ વધ્યાં.

દારૂની શરતી છૂટની જાહેરાત થયા બાદ ઇન્કવાયરી વધી છે. મુંબઈ, હૈદરાબાદ સહિતની IT કંપનીઓની પણ ઇન્કવાયરી આવી રહી છે. દારૂની છૂટ અંગેની જાહેરાત બાદ 10થી 12 ટકાનો ભાવવધારો થયો છે. અમદાવાદ અને ગાંધીનગરના રેસિડન્સ માર્કેટમાં પણ તેજી આવશે.

કાવ્યાની ટીમના 23 વર્ષના ખેલાડીએ IPLમાં પોતાની પહેલી અડધી સદી ફટકારી
શેરડીના રસમાં કયા વિટામિન ભરપૂર હોય છે?
મુકેશ અંબાણીની Jio યુઝર્સને ભેટ, 365 દિવસના પ્લાનમાં મળશે 912.5 GB ડેટા ફ્રી !
Navratri: નવરાત્રી દરમિયાન ભૂલથી પણ આ વસ્તુઓ ન ખરીદો, તમારા જીવનમાં ગરીબી છવાઈ જશે!
તુલસીના છોડમાં કીડીઓનું નીકળવું કઈ વાતનો આપે છે સંકેત?
ચૈત્ર નવરાત્રી આજથી શરૂ ! આ 5 રાશિઓનું ભાગ્ય ચમકી ઉઠશે

આ પણ વાંચો: શનિ, રવિ અને ક્રિસમસની રજાઓમાં પ્રવાસન સ્થળો પર ઉમટી ભીડ, સાસણગીર, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં નોંધાયા રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ- વીડિયો

આ મુદ્દે ક્રેડાઈના ચેરમેન ધ્રુવ પટેલે કહ્યું કે, પહેલાં બહારની કંપની અહીં આવવામાં અચકાતી હતી, હવે લિકરની છૂટ આપતા ડિમાન્ડ વધશે. ડિમાન્ડ વધે એટલે ચોક્કસ ભાવ વધશે. જેથી બિલ્ડર્સ અને ઈન્વેસ્ટરોને સીધો ફાયદો થશે અને ભવિષ્યમાં વધુ ડેવલપમેન્ટ થશે.

અમદાવાદ, ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">